
ધરતીકંપે એકવાર ફરી ધરતી ધ્રૂજાવી નાખી છે. જાપાન અને ઈન્ડોનેશિયા દેશમાં ભૂકંપના આંચકા આવ્યા છે. જેની તીવ્રતા આશરે છ રહી હતી. જાપાન તો અગાઉથી જ ખતરામાં છે કારણ કે, સરકાર રેડ એલર્ટ જાહેર કરી ચુકી છે. જ્યારે ઈન્ડોનેશિયાને ભૂકંપ આવતા જવાળામુખી ફાટવાનો ભય છે.
https://twitter.com/NCS_Earthquake/status/1909340126989234632
ભૂકંપ અને તેના ધ્રુજારી પૃથ્વીને સતત ધ્રુજાવી રહ્યા છે. એટલા માટે વિશ્વના ઘણા દેશોમાં લોકો ભૂકંપથી થતા વિનાશના ભયમાં જીવી રહ્યા છે. ફરી એકવાર ભૂકંપ અને ધ્રુજારીના આંચકા અનુભવાયા છે. જાપાન અને ઇન્ડોનેશિયાની ભૂમિ ફરીથી ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી, જેનાથી જાપાનના ઓકિનાવા શહેર હચમચી ગયું. આ ભૂકંપનું કેન્દ્ર યોનાગુનીથી 48 કિલોમીટર દૂર, પૃથ્વીથી 124 કિલોમીટર નીચે ઊંડાઈએ જોવા મળ્યું હતું.
જોકે આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી અને સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી, પરંતુ લોકોમાં ગભરાટનું વાતાવરણ છે કારણ કે જાપાન સરકારે પહેલાથી જ એક અહેવાલ જારી કર્યો છે કે જાપાનમાં એક મોટો ભૂકંપ આવશે. આનાથી ભારે વિનાશ થશે, લગભગ 3 લાખ લોકો મૃત્યુ પામશે અને ફરી એકવાર સુનામી આવશે. જાપાન સરકારે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને એજન્સીઓને પણ એલર્ટ મોડ પર રાખી છે.
લોકો ડરના માર્યા ઘરબહાર દોડયા
બીજીતરફ ધરતીકંપના આંચકા ઈન્ડોનેશિયામાં આવ્યા છે. ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો છે. ઇન્ડોનેશિયાના વિજ્ઞાન, આબોહવા અને ભૂ-ભૌતિકશાસ્ત્ર એજન્સી અનુસાર, ઇન્ડોનેશિયાના પશ્ચિમી આચે પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 5.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પ્રથમ માહિતીમાં, એજન્સીએ કહ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 6.2 હતી, પરંતુ પછીથી સાચી તીવ્રતા જાણવા મળી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ સિમેલુ રીજન્સીમાં સિનાબુંગ શહેરથી 62 કિમી દક્ષિણ-પૂર્વમાં સમુદ્ર સપાટીથી 30 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું. જોકે, આ ભૂકંપથી કોઈ જાનમાલનું નુકસાન થયું નથી અને ન તો સુનામીની કોઈ ચેતવણી અપાઈ.
ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર નથી કરાઈ
પરંતુ લોકો ભયભીત છે, કારણ કે, પાંચ દિવસ અગાઉ ત્રીજી એપ્રિલે પણ ઈન્ડોનેશિયામાં ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 5.9 રહી હતી. આ ભૂકંપનું કેન્દ્ર ટરનેટ શહેરથી 161 કિલોમીટર ધરતીની નીચે હતું. ઈન્ડોનેશિયા દેશથી મળતી વિગતો અનુસાર ઈન્ડોનેશિયાનો એક દ્રીપ છે, જે પ્રશાંત મહાસાગરમાં રિંગ ઑફ ફાયર પર વસેલું છે. અને ભૂકંપને લઈ ખૂબ સંવેદનશીલ છે. આ દેશમાં 127 સક્રિય જવાળામુખી છે, જેથી અહીં ટેક્ટોનિક ગતિવિધિ સતત થતી રહે છે.