Taiwan Earthquake: તાઈવાન દેશમાં એકવાર ફરી ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની જાણકારી અમેરિકી ભૂર્ગભીય સર્વેક્ષણે આપી છે. કેન્દ્રીય હવામાન તંત્ર દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર હુઆલિએન શહેરથી આશરે 71 કિલોમીટર દક્ષિણમાં 31.1 કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. દ્વીપના વધુ ભીડભાડ ધરાવતા પશ્ચિમ ભાગની સરખામણીમાં હુઆલિએન શહેરની વસ્તી ઓછી છે. રાજધાની તાઈપેમાં ઈમારતો આશકે એક મિનિટ સુધી ધ્રૂજતી રહી હતી.

