ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમા
ણે લાઠીદડ ગામ પાસે ECO કાર તણાઇ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો.

