કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર તેમના દમદાર નિવેદનથી રાજકારણમાં ચર્ચા જગાવી છે. નાગપુરમાં એક સંમેલનમાં આચાર્ય અને શિક્ષકોને સંબોધતા તેમણે કહ્યું કે સત્તા, ધન, જ્ઞાન અને સુંદરતા પ્રાપ્ત કરનારા લોકો અનેકવાર અહંકારી બની જાય છે. એકવાર જ્યારે લોકો એમ માનવા લાગે છે કે તે સૌથી બુદ્ધિમાન છે તો તેમની દૃઢતા બીજા પર પ્રભુત્વમાં બદલાવા લાગે છે. ગડકરીએ કહ્યું કે ગમે તે વ્યક્તિ હોય તે પોતાની જાતને બીજા પર થોપી મહાન ન બની શકે. જે લોકોને તમે સ્વીકાર્યા છે તેમણે ક્યારેય કોઈના પર પોતાની જાતને થોપવી નથી પડી.

