Home / Gujarat / Surat : Illegal pressure around government school, education committee writes letter

Surat News: સરકારી શાળાની આસપાસ ગેરકાયદે દબાણ, શિક્ષણ સમિતિએ પાલિકાને લખ્યો પત્ર

Surat News: સરકારી શાળાની આસપાસ ગેરકાયદે દબાણ, શિક્ષણ સમિતિએ પાલિકાને લખ્યો પત્ર

સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની આસપાસના ગેરકાયદે દબાણ સતત વધતા જતા શિક્ષણ સમિતિએ શાળાની આસપાસના દબાણ કાયમી ધોરણે દૂર કરવા પાલિકાને પત્ર લખ્યો છે. શાળાની આસપાસ દબાણના કારણે ગંદકી થતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે અને શિક્ષણ પર પણ માઠી અસર પડી રહી છે. શિક્ષણ સમિતિએ સગરામપુરીની એક શાળા બહારના દબાણ માટે પત્ર લખ્યો છે પરંતુ સગરામ પુરામાં જ અન્ય સ્કૂલ બહાર પણ ગેરકાયદે દબાણનો રાફડો છે અને અન્ય કેટલીક શાળા પણ આ ગેરકાયદે દબાણની ઝપેટમાં છે. તેથી એ સ્કૂલની આસપાસથી કાયમી ધોરણે દબાણ દુર કરવા માટેની માંગણી થઈ રહી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગેટ આજુબાજુ દબાણ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સગરામપુરા કોપચી વાડ અને સગરામપુરા હાફેસજી સ્ટ્રીટ ખાતે આવેલી પાલિકાની શાળાની આસપાસ ગેરકાયદે દબાણનો ભરડો છે. આ દબાણના કારણે વિદ્યાર્થી-વાલીઓ અને શિક્ષકોને મુશ્કેલી પડી રહી છે. આ અહેવાલ બાદ શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયાએ સેન્ટ્રલ ઝોનને એક પત્ર લખ્યો છે તેમાં જણાવ્યું છે કે, કોપચીવાડ ખાતે આવેલ શાળા ક્રમાંક-25 ની બહાર મેઇન ગેટ આગળ આજુબાજુના રહીશો દ્વારા ખુબ જ દબાણ કરવામાં આવેલ છે. 

ગાડીઓ પાર્ક કરાય છે

શાળાના વિદ્યાર્થીઓને શાળાએ આવતા-જતા ખુબ જ તકલીફ પડે છે. શાળામાં સાયકલ લઇને આવતા વિદ્યાર્થીઓને સાયકલ મુકવાની તકલીફ પડે છે. તેમજ શાળાના સ્ટાફની ગાડીઓ મુકાતી નથી. આજુબાજુના રહીશો દ્વારા બધી વસ્તુઓ ગાડી લારી વગેરે મુકી દેવામાં આવે છે. અને આથી શાળાના મેઇન ગેટ આગળ પણ વસ્તુ પડેલી રહેવાથી ગંદકી થાય છે. આ અંગે આજુબાજુનાં રહીશોને વારંવાર કહેવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. તેથી આ દબાણો કાયમી ધોરણે દૂર કરવા માટે જણાવ્યું છે. જોકે, આવી સ્થિતિ સગરામપુરા હાફેસજી સ્ટ્રીટની શાળાની પણ છે શાળાના ગેટને લાગુ જ કેટલાક રહીશો ગાડીઓ પાર્ક કરી દબાણ કરી રહ્યાં છે આવી સ્થિતિના કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની મુશ્કેલી વધી રહી છે. 

દબાણો દુર કરવા માગ

આ શાળા સાથે સાથે અન્ય ઝોનમાં પણ આવી દબાણથી ઘેરાયેલી શાળા છે તે તમામના દબાણ દુર કરવા માટેની માંગણી કરવામાં આવી છે. પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની આસપાસ જ દબાણની સમસ્યા છે તે દુર કરવા માટે પત્ર લખવો પડી રહ્યો છે તે ગંભીર બાબત છે આ પત્ર બાદ પાલિકા કામગીરી કરે છે કે માથા ભારે દબાણ કરનારાઓ સામે ઝુકી જાય છે તે તો સમય જ બતાવશે. 

 

Related News

Icon