
Congress: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, દેશમાં છેલ્લા 11 વર્ષથી ભાજપનું સાશન ચાલી રહ્યું છે છતાં પણ ભાજપ લોકોનાં પૈસાથી દેશમાં કટોકટીની જાહેરાતો કરે છે. જેથી ભાજપ પોતાના શાસનની નિષ્ફ્ળતા છુપાવવા માટે આવા કાર્યક્રમો કરે છે.આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું કે, 11 વર્ષના કુશાસન હિસાબ ના આપવો પડે તે માટે આવા નાટક કરે છે.
મળતી માહિતી અનુસાર, દેશમાં આજે કોંગ્રેસે લાદેલી કટોકટીના 50 વર્ષ થયા તે અંગેની ભાજપે રાષ્ટ્રીય સ્તરે જાહેરાત કરી હતી. જેને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને જણાવ્યું કે, પોતાના શાસનની નિષ્ફળતા છૂપાવવા ભાજપ આવા નાટક કરે છે. વડાપ્રધાન અને નેતાઓ સુરત માટે મોટી મોટી વાતો કરતા હતા,પરંતુ હાલ સુરતની હાલત ખરાબ થઈ છે. વરસાદી પાણીથી લોકોનું જન જીવન અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જેથી ભાજપના શાસકો પોતાની જવાબદારી સ્વીકારે અને આવા નાટકો બંધ કરે. દેશના ખેડૂતોની આવક અડધી કરી અને ખર્ચ ડબલ કર્યા છે. લોકોનાં ટેક્સના પૈસા દેશમાં કટોકટીના જાહેરાતો કરે છે. નોટબંધી, કાળું ધન, મોંઘવારી, રોજગારી જેવા મુદ્દાઓ પર ભાજપ કે તેના નેતાઓ કદી પણ ચર્ચા કરતા નથી. રાજ્યમાં તમામ મોટા મનપામાં ભાજપનું ભ્રષ્ટ શાસન ચાલી રહ્યું છે તેમ કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ જણાવ્યું હતું.