રાજ્યમાં મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આજે કર્મચારીઓ માસ સીલ ઉપર ઉતરી પડયા હતા. જેના લીધે કામકાજ ઠપ થઈ ગયું હતું. હડતાળને લીધે ઈ-ધરા તેમજ અન્ય કામગીરી સાવ અટકી પડી હતી, જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવાની નોબત આવી પડી હતી.રાજ્યમાં આવેલા જિલ્લાના કર્મચારીઓ પણ આ માસ સીએલમાં જોડાઈને જડબેસલાક રીતે રજા પાડી હતી. વડોદરા, અમદાવાદ, નવસારી સહિતના જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માસ સીએલમાં ઉતરી પડયા હતા.

