
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, નીના ગુપ્તાએ લોકપ્રિય સિરીઝ 'પંચાયત' (Panchayat) ની આગામી સિઝન સાથે સંબંધિત મોટી માહિતી શેર કરી છે. તેણે સ્વીકાર્યું કે આ સિરીઝની સ્ક્રિપ્ટ પહેલાથી જ લીક થઈ ગઈ છે. આ કેવી રીતે થયું? જાણો.
નીના ગુપ્તાએ સ્ક્રિપ્ટ લીક પર શું કહ્યું?
તાજેતરમાં, નીના ગુપ્તા અને 'પંચાયત' (Panchayat) ના લેખક ચંદન કુમારે IANS સાથે વાત કરી હતી. આ વાતચીતમાં, 'પંચાયત 4' વિશે ઘણી વાતો શેર કરવામાં આવી છે. આ વાતચીતમાં આગામી સિઝનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નીના ગુપ્તા એ કહ્યું, "પંચાયત 4માં એવા ત્રણ પ્રશ્નો હતા, જે જાણવા માટે ફેન્સ ઉત્સાહિત હતા. પહેલું, ચૂંટણી કોણ જીતશે? બીજું, સચિવ જી અને રિંકી જીની લવ સ્ટોરી ક્યાં સુધી આગળ વધશે? અને ત્રીજું, શું સચિવ જી આખરે પરીક્ષા પાસ કરી શકશે કે નહીં? આ બાબતોએ ચોથી સિઝનને શાનદાર બનાવી. બાય ધ વે, ચોથી સિઝનની સ્ક્રિપ્ટ pn લીક થઈ ગઈ હતી અને હવે આગામી સિઝનની સ્ક્રિપ્ટ લીક થઈ ગઈ છે."
લેખક ચંદને સિરીઝ વિશે શું કહ્યું?
'પંચાયત' (Panchayat) સિરીઝના લેખક ચંદન કુમારે નીના ગુપ્તાના મુદ્દાને આગળ ધપાવતા કહ્યું, "ત્રણ પ્રશ્નો ઉપરાંત, એક વધુ પ્રશ્ન હતો? પ્રધાનજીને કોણે ગોળી મારી? મને લાગે છે કે આ પ્રશ્નોએ અમારી ચોથી સિઝન સારી બનાવી છે." ચંદન કુમારે વધુમાં કહ્યું, 'મેં ત્રીજી સિઝન આવી ત્યાં સુધીમાં ચોથી સિઝન લખવાનું શરૂ કરી દીધું હતું. સિઝન 4ની સ્ક્રિપ્ટનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો હતો. અમે ચોમાસા પછી આ સિઝનનું શૂટિંગ કરવા માટે સેટ પર હતા."
પંચાયતની વાર્તા શું છે?
'પંચાયત' (Panchayat) વેબ સિરીઝ ફૂલેરા ગામની વાર્તા છે, જેમાં ઘણા પાત્રો છે. દરેક પાત્રની એક અલગ સ્ટાઇલ છે, જે દર્શકોને ગમે છે. નીના ગુપ્તા ઉપરાંત, જીતેન્દ્ર કુમાર, રઘુવીર યાદવ, ફૈઝલ મલિક, દુર્ગેશ કુમાર, ચંદન રોય, સુનિતા રાજવાર અને પંકજ ઝા જેવા ઉત્તમ કલાકારો પણ વેબ સિરીઝ જોવા મળ્યા છે.