બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) આજે (6 જુલાઈ) 40 વર્ષનો થઈ ગયો છે. આ ખાસ પ્રદિવસે તેની આગામી ફિલ્મ 'ધુરંધર' (Dhurandhar) ના મેકર્સે તેના ફેન્સને એક સરપ્રાઈઝ આપી છે. આદિત્ય ધર ફિલ્મ્સે રણવીરના જન્મદિવસ પર ધુરંધર' (Dhurandhar) નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ સાથે, ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
રણવીર સિંહનો લુક જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા
બરાબર 12:12 વાગ્યે, મેકર્સે ફેન્સને એક મોટી સરપ્રાઈઝ આપી જે તેઓ કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. ફિલ્મનો ફર્સ્ટ લુક જોયા પછી, હવે ફેન્સ તેની રિલીઝ માટે વધુ રાહ જોવાના મૂડમાં નથી. તાજેતરમાં, 'ધુરંધર' ના સેટ પરથી રણવીર સિંહના ઘણા લુક વાયરલ થયા છે જેમાં તે લાંબા વાળ, જાડી દાઢી અને મજબૂત બોડી સાથે જોવા મળ્યો હતો. તેનો આ અવતાર તમને પદ્માવતના અલાઉદ્દીન ખિલજીની યાદ અપાવશે.
ફર્સ્ટ લુકમાં શું ખાસ છે?
વીડિયોની શરૂઆત રણવીર અંધારા અને ઝાંખા પ્રકાશવાળા કોરિડોરમાં ચાલતો દેખાય છે, જ્યારે 'તહાબા' ગીતનો અવાજ સમગ્ર વીડિયોના બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યો છે. પછી ક્લોઝ અપ શોટમાં તે લોહીથી લથપથ ચહેરો, લાંબા વાળ અને જાડી દાઢી સાથે, સિગારેટ સળગાવતો દેખાય છે જે જોઈને કોઈ પણ ફિલ્મ પ્રેમી કહેશે 'ફુલ પૈસા વસૂલ'. વીડિયોમાં જબરદસ્ત એક્શન અને રણવીરનું પાત્ર ધમાકેદાર સ્ટાઇલમાં દેખાય છે. અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સંજય દત્ત પણ તેમાં જબરદસ્ત ભૂમિકાઓમાં જોવા મળશે.
ફેન્સે કમેન્ટ સેક્શનમાં ઉત્સાહ વ્યક્ત કર્યો
ફેન્સ પણ તેમનો ઉત્સાહ રોકી ન શક્યાઅને તરત જ તેના પર પ્રતિક્રિયા આપવા લાગ્યા. એક યુઝરે યુટ્યુબ પર લખ્યું, "આખરે રણવીર સિંહ વાપસી કરશે." બીજાએ કહ્યું, "આ આગ છે." ઘણા અન્ય ફેન્સે ફિલ્મના ટોન વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. અન્ય લોકોએ ઇન્સ્ટાગ્રામ પર પણ કમેન્ટ કરી છે.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
વીડિયોમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે જે 5 ડિસેમ્બર છે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મ પ્રભાસની ફિલ્મ 'ધ રાજા સાહેબ' સાથે ટકરાશે.