
આમિર ખાન (Aamir Khan) હાલમાં તેની ફિલ્મ 'સિતારે ઝમીન પર' (Sitaare Zameen Par) માટે ચર્ચામાં છે. આ ફિલ્માં 20 જૂનના રોજ રિલીઝ થવાની છે. આ દરમિયાન આમિર સાઉથના જાણીતા ડાયરેક્ટર લોકેશ કનગરાજની સાથે એક ફિલ્મ કરવાનો છે. આ ફિલ્મ સુપરહિરોની થીમ પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષના મધ્યમાં શરૂ થવાનું છે. આ ફિલ્મ બહુ મોટા સ્કેલ પર બનાવવામાં આવશે. તેનું બજેટ પણ બહુ મોટું હશે.
આમિર (Aamir Khan) એ આ ફિલ્મ બની રહી હોવાનું કન્ફર્મ કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આમિર (Aamir Khan) સાઉથના કોઈ સારા ડાયરેક્ટર સાથે ફિલ્મ કરવા તલપાપડ થઈ રહ્યો હતો.
દરમિયાન આમિર (Aamir Khan) એ 'પીકે' ફિલ્મની સીકવલ બની રહી હોવાની વાતને ફગાવી દીધી છે. તેણે કહ્યું હતું કે આવી કોઈ યોજના તેના ધ્યાનમાં નથી. તેણે જણાવ્યુ હતું કે, "હાલ હું અને રાજકુમાર હિરાણી દાદા સાહેબ ફાલ્કેની બાયોપિક પર કામ કરી રહ્યા છીએ. 'પીકે'ના બીજા ભાગનું હાલ કોઈ આયોજન નથી."