ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશા પટણીની ડેટિંગ લાઈફને લઈને ફેન્સમાં ઘણી ચર્ચા છે. ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ દિશાનું નામ ક્યારેક કોઈની સાથે તો ક્યારેક કોઈ અન્ય સાથે જોડવામાં આવ્યું છે. હાલમાં જ દિશા પટણીએ તેના હાથ પર એક ટેટૂ કરાવ્યું છે. દિશાના નવા ટેટૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફરી એકવાર અટકળોનો નવો રાઉન્ડ શરૂ થયો છે. અને આ વખતે દિશાના ટેટૂના કારણે તેનું નામ 'કલ્કિ 2898 એડી'ના કો-સ્ટાર પ્રભાસ સાથે જોડવામાં આવી રહ્યું છે, પરંતુ હવે અભિનેત્રીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

