બોલિવૂડની સુંદર અને ચર્ચિત અભિનેત્રી આલિયા ભટ્ટે કાન્સ 2025ના રેડ કાર્પેટ પર પ્રવેશતાની સાથે જ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આલિયા ભટ્ટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્લોકબસ્ટર ડેબ્યુ કર્યું છે. અભિનેત્રીનો લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ ગાઉનમાં અભિનેત્રી કોઈ ડિઝની પ્રિંસેસથી ઓછી નહતી લાગતી. તેના પહેલા લુકને લઈને બધા ખૂબ જ ઉત્સાહિત હતા. આલિયાનો પહેલો લુક હવે સામે આવ્યો છે. તેણે એક સુંદર ગાઉન પહેર્યુ છે. સોશિયલ મીડિયા પરઅભિનેત્રીના સુંદર ફોટો અને વીડિયોથી વાયરલ થઈ રહ્યા છે.
આલિયા ભટ્ટે ફ્લોરલ ગાઉનમાં કાન્સમાં ડેબ્યુ કર્યું
આલિયાએ કાન્સમાં પેસ્ટલ ફ્લોરલ ગાઉનમાં ડેબ્યુ કર્યું હતું. અભિનેત્રીએ આ ઓફ-શોલ્ડર ગાઉનમાં વાળમાં બન, ગ્લોસી મેકઅપ અને ક્લાસિક સ્ટડ ઇયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આલિયાના આ રફલ ગાઉન પર ફ્લોરલ ડિઝાઇન છે. તે ખૂબ જ ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે ડિઝાઇનર શિયા પેરેલી દ્વારા ડિઝાઇન કરાયેલ બોડી ફિટેડ ગાઉન પહેર્યું હતું. આલિયા લોરિયલ બ્રાન્ડ સાથે સંકળાયેલી છે, જે આ ફેસ્ટિવલની ઓફિશિયલ બ્યુટી પાર્ટનર છે.
કાન્સમાં જતા પહેલા, આલિયાએ પોતે ઇન્સ્ટાગ્રામ પર તેના લુકની એક ઝલક શેર કરી હતી. આમાં અભિનેત્રી હાથમાં પંખો લઈને પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી.
અન્ય ભારતીય સેલિબ્રિટીઓ જેમણે આ વર્ષે કાન્સ રેડ કાર્પેટને આકર્ષિત કર્યું તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, જાહ્નવી કપૂર, કરણ જોહર, શર્મિલા ટાગોર, અનુષ્કા સેન, અદિતિ રાવ હૈદરી, રુચિ ગુજ્જર અને ઉર્વશી રૌતેલાનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે, એવા અહેવાલ હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે આલિયાએ આ વર્ષે આ ઈવેન્ટ છોડી દેવાનો નિર્ણય લીધો છે. જોકે, પાછળથી ખબર પડી કે તે ઈવેન્ટમાં ભાગ લેશે.