અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. 15 દિવસ પહેલા, તેમણે માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર ટ્વિટ કર્યું અને લખ્યું હતું કે, 'જવાનો સમય આવી ગયો છે.' તેમના આ ટ્વિટથી ઘણા ફેન્સે ચિંતાતુર થઈને તેમને પૂછ્યું કે તેઓ ક્યાં જવાની વાત કરી રહ્યા છે? પરંતુ અમિતાભ બચ્ચન તરફથી કોઈને પણ કોઈ જવાબ આપવામાં નહતો આવ્યો. હવે સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો 'કૌન બનેગા કરોડપતિ 16' ના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચને જણાવ્યું છે કે આખરે તેમણે આ ટ્વિટ કેમ કર્યું હતું?
ભલે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પૂછાયેલા પ્રશ્નોના જવાબ નથી આપતા. પરંતુ 'કૌન બનેગા કરોડપતિ' ના સ્ટેજ પર તે સ્પર્ધક દ્વારા પૂછવામાં આવેલા દરેક પ્રશ્નનો જવાબ આપતા જોવા મળે છે. એક સ્પર્ધકે બિગ બીને પૂછ્યું કે, 'શું તેઓ તેની સાથે ડાન્સ કરશે?' આ પ્રશ્નનો જવાબ આપતી વખતે અમિતાભ બચ્ચને સ્પર્ધકને પૂછ્યું, 'અરે ભાઈ, કોણ ડાન્સ કરશે? મને અહીં ડાન્સ કરવા માટે નથી રાખ્યો.' આ દરમિયાન, તેમણે તેમનું પ્રખ્યાત ટ્વિટ પણ વાંચ્યું, જ્યાં તેમણે લખ્યું હતું કે, 'જવાનો સમય થઈ ગયો છે.' અને પછી KBC સ્ટેજ પર હાજર પ્રેક્ષકોએ તેમને પૂછ્યું કે તેમણે આ ટ્વિટ કેમ કર્યું? આ સાથે, દર્શકોએ અમિતાભ બચ્ચનને પ્રેમથી ઠપકો આપ્યો અને એમ પણ કહ્યું કે તેમણે ક્યાંય નથી જવાનું. ત્યારે અમિતાભ બચ્ચને તેમને ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.
અમિતાભ બચ્ચને કેમ લખ્યું 'જવાનો સમય આવી ગયો છે'
https://twitter.com/SrBachchan/status/1895188509641802195
અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, 'અરે, આ ટ્વિટ માં હું કહેવા માંગતો હતો કે હવે કામ પર જવાનો સમય આવી ગયો છે. તે રાત્રે શૂટિંગ પૂરું કર્યા પછી, હું લગભગ 1-2 વાગ્યે ઘરે પહોંચ્યો, ફરીથી શૂટિંગ પર જવાનું હતું અને હું આખું લખતા લખતા સૂઈ ગયો. હું લખવા માંગતો હતો કે હવે કામ પર જવાનો સમય આવી ગયો છે. આ સમગ્ર ખુલાસા પછી, ગઈકાલે રાત્રે અમિતાભ બચ્ચને ફરી એકવાર ટ્વિટ કર્યું, 'જવું કે રોકાવું'. જોકે, હવે તેનો અર્થ સ્પષ્ટ થઈ ગયો છે કે અમિતાભ બચ્ચન પૂછી રહ્યા છે કે તેમણે KBCના શૂટિંગ માટે જવું જોઈએ કે નહીં.