અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાંથી સ્ટાર્સ હવે ઘરે પરત ફરી રહ્યા છે. ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી, સલમાન ખાન, રણબીર કપૂર-આલિયા ભટ્ટ સહીત અનેક સ્ટાર્સ રાત્રે પોતાના શહેરમાં પાછા ફરતા જોવા મળ્યા હતા. રણવીર સિંહ અને શાહરૂખ ખાન તેમની પત્ની ગૌરી ખાન અને બાળકો - આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન સાથે મુંબઈ પરત ફર્યા છે.

