
આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘ (Sharvari Wagh) ની જોડી જોવા મળશે. આ એક રોમાન્ટિક કોમેડી હશે. સૂરજ બડજાત્યાએ સલમાન ખાનને બદલે આયુષ્માન (Ayushmann Khurrana) ને નવી પેઢીના પ્રેમ તરીકે પ્રોજેક્ટ કરવાનું નક્કી કર્યું છે. તે સિરીઝની આ પહેલી ફિલ્મ હશે.
ફિલ્મનું શૂટિંગ 6 મહિનામાં પુરુ કરવાની અને 2026ના ઉત્તરાધમાં તેને રિલીઝ કરવાની યોજના છે. સૂરજ બડજાત્યાની આ ફિલ્મ સંયુક્ત પરિવાર પર આધારિત નહીં હોય, પરંતુ ન્યુક્લિયર ફેમિલી પર હશે. રાજશ્રી પ્રોડક્શનની સ્ટાઇલ મુજબ આ એક હળવી ફિલ્મ હશે જેમાં પારિવારિક મૂલ્યોને જુદી રીતે દર્શાવવામાં આવશે.
ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ચૂકી છે. અન્ય કલાકારોનું કાસ્ટિંગ ચાલી રહ્યું છે. દિગ્દર્શક તરીકે સૂરજ બડજાત્યાની આ આઠમી ફિલ્મ હશે.