નીના આ અઠવાડિયે ૬૬ વર્ષની થઈ. આ ખાસ પ્રસંગે, નીના ફરી સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. તેણે 'મેટ્રો ઇન દિનો'ના કલાકારો અને ક્રૂ સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો હતો.
બોલિવૂડની પીઢ અભિનેત્રી નીના ગુપ્તાને આજે કોઈ પરિચયની જરૂર નથી. નીનાએ તેના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તેના જોરદાર અભિનય ઉપરાંત, નીના તેના બોલ્ડ સ્ટાઇલ માટે પણ જાણીતી છે. નીના તેની આગામી ફિલ્મ 'મેટ્રો ઇન દિનો'ને લઈને ચર્ચામાં છે. નીના આ અઠવાડિયે ૬૬ વર્ષની થઈ. આ ખાસ પ્રસંગે, નીના ફરીથી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. તેણે 'મેટ્રો ઇન દિનો'ના કલાકારો અને ક્રૂ સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. આ સમય દરમિયાનનો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. નીનાની ડ્રેસિંગ સેન્સ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નીના ગુપ્તાએ તાજેતરમાં 'મેટ્રો ઇન દિનો'ના એક પ્રેસ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફિલ્મના બાકીના સ્ટાર્સ આદિત્ય રોય કપૂર,કોંકણા સેન શર્મા,પંકજ ત્રિપાઠી અને દિગ્દર્શક અનુરાગ બાસુ તેમની સાથે હાજર હતા.તાજેતરમાં 'મેટ્રો ઇન દિનો' ફિલ્મના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજવામાં આવી હતી. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં નીના ગુપ્તાએ કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો . આ દરમિયાન, બધા ફક્ત નીનાના ડ્રેસ તરફ જોઈ રહ્યા હતા. આ દરમિયાન નીનાએ સફેદ રંગનો કફ્તાન કુર્તો પહેર્યો હતો, આ ડ્રેસનું ગળું આગળથી ખૂબ મોટું હતું. આ ડ્રેસ સાથે નીનાએ ગોલ્ડન રંગની 'બિસ્કિટ બ્રા'પહેરી હતી, જે તેના દેખાવને ખૂબ જ બોલ્ડ લુક આપી રહી હતી. તમને જણાવી દઈએ કે નીનાનો આ ડ્રેસ તેની પુત્રી મસાબા ગુપ્તાના ફેશનેબલ, 'હાઉસ ઓફ મસાબા'નો હતો.
સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ 66 વર્ષીય નીના ગુપ્તાની આ બોલ્ડ ફેશનને પસંદ કરી રહ્યા છે, તો ઘણા તેમને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. નીનાના ઘણા ચાહકોએ ટિપ્પણીમાં લખ્યું કે 'ઉંમર ફક્ત એક નંબર છે'. એક યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું, 'શરમ કરો, તમારે તમારી ઉંમર પ્રમાણે કપડાં પહેરવા જોઈએ.' બીજા એકે લખ્યું, 'આ ઉંમરે મને તમારી પાસેથી આવા ડ્રેસની અપેક્ષા નહોતી.' એકે લખ્યું, 'કોઈએ એટલું આધુનિક ન હોવું જોઈએ કે વ્યક્તિ પોતાની સંસ્કૃતિ ભૂલી જાય.' બીજાએ લખ્યું, 'રેખાજી અને હેમા માલિનીજીના ચરણોમાં વંદન... જે નવી પેઢીને વૃદ્ધાવસ્થામાં કેવી રીતે જીવવું તે શીખવે છે.' આ વીડિયો પર આવી ઘણી બધી ટિપ્પણીઓ આવી રહી છે.