
ડિરેકટર ગોપીચંદ માલીનેની એક્શન થ્રિલર ફિલ્મ 'જાટ' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. ફિલ્મમાં સની દેઓલ, રણદીપ હુડા સાથે સંયમી ખેર, રેજિના કેસાન્ડ્રા છે.
અભિષેક બેનર્જી અભિનિત ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'સ્ટોલન' બુધવારથી પ્રાઇમ વીડિયો પર આવી ગઈ છે. ફિલ્મમાં હરીશ ખન્ના, મિયા મેલ્ઝર, સાહિદુર રહેમાન અને શુભમ વર્ધન પણ છે. ડિરેકટર કરણ તેજપાલની આ પહેલી ફિલ્મ છે.
નેટફ્લિક્સ સિરીઝ 'ગિની એન્ડ જ્યોર્જિયા'ની ત્રીજી સીઝન આવી ગઈ છે. દસ એપિસોડવાળી સિરીઝમાં બ્રાયન હોવી, એન્ટોનિયા જેન્ટ્રી, ડીઝલ લા ટોરાકા, જેનિફર રોબર્ટસન વગેરે છે.
અભિનેત્રી શ્રિયા પિળગાંવકરની એકશન થ્રિલર ફિલ્મ 'છલ કપટઃ ધ ડિસેપ્શન' ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર છે અજય ભુયાન.
ડોક્યુમેન્ટરી ફિલ્મ 'ટાઈટનઃ ધ ઓશનગેટ ડિઝાસ્ટર' આવતા બુધવારે નેટફ્લિક્સ પર આવશે. ડિરેકટર માર્ક મનરોનાની આ ડોક્યુમેન્ટરી ટાઇટન સબમસબલની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અને જૂન ૨૦૨૩માં ટાઇટનિકના ભંગારમાં થયેલા વિસ્ફોટ પર આધારિત છે.