Home / Entertainment : Big update on Prabhas' film Fauji

પ્રભાસની ફિલ્મ ફૌજીનું મોટું અપડેટ, જોવા મળશે આ બોલિવૂડ અભિનેત્રી સાથે 

પ્રભાસની ફિલ્મ ફૌજીનું મોટું અપડેટ, જોવા મળશે આ બોલિવૂડ અભિનેત્રી સાથે 

પ્રભાસની આગામી ફિલ્મ ફૌઝીમાં યૂટયુબ સેન્સેશન ઇમાનવી ઇસમાઇલ ફીમેલ લીડમાં જોવા મળશે તેનું લોકોનું અનુમાન હતું. વાસ્તવમાં તે ફિલ્મની ઘોષણા વખતે પ્રભાસ સાથે જોવા મળી હતી. આ પછી મૃણાલ ઠાકુરનું નામ પણ ચર્ચામાં હતું. પરંતુ ફિલ્મસર્જકને ફિલ્મના એ ચોક્કસ પાત્રને મૃણાલ ન્યાય નહીં કરી શકે એમ વિચારતાં હવે દિશા પટાણીની એન્ટ્રીની ચર્ચા થઇ રહી છે, જોકે અભિનેત્રીના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. જોકે આલિયા ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વાસ્તવમાં પ્રભાસ અને દિશા પટાણી કલ્કિ ૨૮૯૮ એડીમાંસાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મે દુનિયાભરમાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયાનું  બોક્સ ઓફિસ કલેકશન કર્યું હતું. હવે ફરી  તેને પ્રભાસ સાથે ફિલ્મ ફૌઝીમાં લેવાની પ્લાનિંગ ચાલી રહી છે. જોકે હજી સુધી આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

ફિલ્મ ફૌઝીમાં નામ અનુસાર, પ્રભાસ ર્બિટીશ સોલ્જરની ભૂમિકા ભજવવાનો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, જયાપ્રદા, મિથુન ચક્રવર્તીના પણ મહત્વના રોલ છે. 

 

Related News

Icon