
અભિનેત્રી બિપાશા બાસુ (Bipasha Basu) 2003માં તેના એક્સ બોયફ્રેન્ડ અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે થ્રિલર ફિલ્મ 'જીસ્મ' (Jism) કરી હતી. હવે તાજેતરમાં જ અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, "મને મારા મેનેજરે આ ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી." તેની કારકિર્દીના શિખર પર બિપાશા (Bipasha Basu) ના મેનેજરને લાગ્યું કે તે આટલી બોલ્ડ ભૂમિકા સ્વીકારવા માટે તે 'પાગલ' છે.
'મારા મેનેજરને લાગ્યું કે હું પાગલ થઈ ગઈ છું'
46 વર્ષીય અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "તે એવો સમય હતો જ્યારે હું ટોચ પર હતી અને બધા મને કહેતા હતા કે તમે એડલ્ટ કન્ટેન્ટવાળી ફિલ્મો ન કરી શકો. તમે એક સામાન્ય હિન્દી ફિલ્મની અભિનેત્રી જેવી છો જે હવે લોકોના દિલમાં છે. મેં કહ્યું કે, મને સ્ટોરી ખૂબ ગમી. હું આગળ વધીશ અને તે કરીશ. બધાએ મને તે કરતા અટકાવી, મારા મેનેજરને લાગ્યું કે હું પાગલ થઈ ગઈ છું."
'તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફિલ્મ હતી'
આ ઉપરાંત બિપાશા (Bipasha Basu) એ ખુલાસો કર્યો કે, કારકિર્દીના શિખર પર જોખમ લેવાથી તેને કેવી રીતે ફાયદો થયો અને ત્યારથી તેના માટે કેવી રીતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, "જીસ્મ પછી સ્ત્રીઓએ તેની જેમ વાળને સેટ કર્યા અને ફિલ્મના સિગ્નેચર બ્રોન્ઝ મેકઅપ લૂકને અપનાવવાનું શરૂ કર્યું. એવી કોઈ સ્ટીરિયોટાઈપ્સ નહતી કે સ્ત્રી નકારાત્મક ભૂમિકા ન ભજવી શકે તે પછી બધું બદલાઈ ગયું, તેથી તે મારા માટે એક ક્રાંતિકારી ફિલ્મ હતી. તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફિલ્મ હતી."