
અમદાવાદમાં થયેલા ભયાનક પ્લેન ક્રેશની ઘટનાથી બધા આઘાત લાગ્યો છે. આવી સ્થિતિમાં, બોલિવૂડ સેલેબ્સે પણ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. સની દેઓલ, અક્ષય કુમાત, રિતેશ દેશમુખ, પરિણીતી ચોપરાથી લઈને દિશા પટણી સુધી, બધાએ આ અકસ્માત પર પોસ્ટ કરી છે. સ્ટાર્સે પોસ્ટ દ્વારા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
https://twitter.com/akshaykumar/status/1933096143577358803
અક્ષય કુમારે પોસ્ટ કરીને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું- "એર ઈન્ડિયા અકસ્માતથી હું આઘાતમાં અને પરેશાન છું. હું આ સમયે ફક્ત પ્રાર્થના કરી રહ્યો છું."
સની દેઓલ
https://twitter.com/iamsunnydeol/status/1933087856865526210
સની દેઓલે આ ઘટના પર શોક વ્યક્ત કરતા લખ્યું- "અમદાવાદમાં થયેલા દુ:ખદ પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને હું ખૂબ જ દુ:ખી છું અને હજુ પણ આઘાતમાં છું. મારી સંવેદના બધા મુસાફરો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે. હું આ મુશ્કેલ સમયમાં દરેક માટે પ્રાર્થના કરી રહ્યો છું."
રિતેશ દેશમુખ
https://twitter.com/Riteishd/status/1933085814071955500
રિતેશ દેશમુખે લખ્યું- "અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના દુ:ખદ સમાચાર સાંભળીને હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને આઘાતમાં છું. મારી સંવેદના બધા મુસાફરો, તેમના પરિવારો અને જમીન પર અસરગ્રસ્ત બધા લોકો સાથે છે. હું આ મુશ્કેલ સમયમાં તેમના બધા માટે પ્રાર્થના કરું છું."
પરિણીતી ચોપરા
https://twitter.com/ParineetiChopra/status/1933091302154948890
પરિણીતી ચોપરાએ પણ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું- "એર ઈન્ડિયાના વિમાનમાં સવાર લોકોના પરિવારના દુ:ખની કલ્પના પણ નથી કરી શકાતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ મુશ્કેલ સમય સહન કરવાની શક્તિ આપે."
દિશા પટાણી
https://twitter.com/DishPatani/status/1933092814688289117
દિશા પટાણીએ લખ્યું- "અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મને આશા છે કે કેટલાક લોકો બચી ગયા અને તેમને સમયસર મદદ મળે. હું આ અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો માટે પ્રાર્થના કરું છું. મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારોને આ દુર્ઘટનાનો સામનો કરવાની હિંમત મળે."
જાહ્નવી કપૂર
અભિનેત્રી જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું- "અમદાવાદથી ટેકઓફ થયા પછી તરત જ એર ઈન્ડિયાના વિમાનના ક્રેસના સમાચાર સાંભળીને મને આઘાત લાગ્યો છે. આવી દુર્ઘટનાઓના ભારણને શબ્દોમાં વર્ણવવું અશક્ય છે. હું મુસાફરો, ક્રૂ અને આજે રાત્રે જવાબોની રાહ જોઈ રહેલા દરેક પરિવાર માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી રહી છું."
કંગના રનૌત
https://twitter.com/KanganaTeam/status/1933102780161687749
કંગના રનૌતે લખ્યું- "અમદાવાદ વિમાન દુર્ઘટનાના સમાચાર ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન આ મુશ્કેલીની ઘડીમાં બધા અસરગ્રસ્ત પરિવારોને શક્તિ આપે."
સોનુ સૂદ
સોનુ સૂદે લખ્યું- "મને લાગે છે કે કેટલાક લોકો બચી જશે. ઓમ સાઈ રામ." અભિષેક બચ્ચને પણ X પર પોસ્ટ કરી લખ્યું- "પ્રાર્થના." આ સાથે, તેણે હાથ જોડતું ઈમોજી પણ ઉમેર્યું.
આર માધવન
આર માધવને લખ્યું- "AI 171, આઘાતજનક અને હૃદયદ્રાવક. સંપૂર્ણપણે નિરાશાજનક. બધા શોકગ્રસ્તો અને પીડિતોના પરિવારો માટે પ્રાર્થના."