Home / Entertainment : border 2 first look has been released

'બોર્ડર 2'નો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મના સેટ પરથી સની દેઓલની જુઓ પહેલી તસવીર

'બોર્ડર 2'નો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મના સેટ પરથી સની દેઓલની જુઓ પહેલી તસવીર

ચાહકો સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 1997માં આવેલી ફિલ્મ બોર્ડરની સિક્વલ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ પ્રજાસત્તાક દિવસે રિલીઝ થશે. ફિલ્મનું કોઈ પોસ્ટર કે ટીઝર રિલીઝ થયું નથી, આ પહેલા સની દેઓલનો 'બોર્ડર 2'નો ફર્સ્ટ લુક જોવા મળ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાલમાં ઉત્તરાખંડના દહેરાદૂનના હલ્દૂવાલામાં 'બોર્ડર 2'નું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઉત્તરાખંડ ફિલ્મ વિકાસ પરિષદના સીઈઓ બંશીધર તિવારી આજે ફિલ્મના સેટ પર સની દેઓલને મળ્યા હતા. આ દરમિયાન 'બોર્ડર 2'ના ડિરેક્ટર અનુરાગ સિંહ અને કાઉન્સિલના કો-સીઈઓ ડૉ. નીતિન ઉપાધ્યાય પણ હાજર હતા. આ તસવીરોમાં ફિલ્મનો સની દેઓલનો પહેલો લુક જોવા મળ્યો.

'બોર્ડર 2'થી સની દેઓલનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મના સેટથી જુઓ પહેલી તસવીર 2 - image

ફોટામાં સની દેઓલ લશ્કરી ગણવેશમાં જોવા મળી રહ્યા છે. હાથમાં બંદૂક અને માથા પર પાઘડી સાથે આ અભિનેતા ફરી એકવાર પોતાનો બોર્ડર લુક પાછો લાવતો જોવા મળ્યો. આ દરમિયાન તેમણે ઉત્તરાખંડ ફિલ્મ વિકાસ પરિષદના સીઈઓ બંશીધર તિવારી સાથે ઉત્તરાખંડની ફિલ્મ નીતિ, લોકેશન વેરાયટી અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહેલા સહયોગ વિશે વાત કરી.

 

Related News

Icon