Home / Entertainment : Choreographer Terence Lewis made a shocking revelation on Reality Shows

સ્ક્રિપ્ટેડ હોય છે રિયાલિટી શો? કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'આ બધું TRP માટે...'

સ્ક્રિપ્ટેડ હોય છે રિયાલિટી શો? કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- 'આ બધું TRP માટે...'

ટેરેન્સ લુઈસ બોલિવૂડના સૌથી લોકપ્રિય કોરિયોગ્રાફરોમાંથી એક છે. તે નાના પડદા પર ઘણા ડાન્સ રિયાલિટી શોમાં જજ તરીકે દેખાયો છે.  ટેરેન્સે એક ઇન્ટરવ્યુમાં રિયાલિટી શો વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો અને સ્વીકાર્યું કે તે ઘણીવાર સ્ક્રિપ્ટેડ હોય છે. એટલું જ નહીં, તેણે અનસ્ક્રિપ્ટેડ કોમ્પિટિશન પાછળનું સત્ય પણ જણાવ્યું અને ખુલાસો કર્યો કે ટેલિવિઝન પ્રેક્ષકો માટે કેટલીક ખાસ મોમેન્ટ જાણી જોઈને બનાવવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે

ઇન્ટરવ્યુ દરમિયાન ટેરેન્સને 'ચેન્નાઈ એક્સપ્રેસ' ના પ્રમોશન દરમિયાન એક શોમાં દીપિકા પાદુકોણ સાથે ડાન્સ કરતો એક જૂનો ફોટો બતાવવામાં આવ્યો હતો. તે ફોટા પર પ્રતિક્રિયા આપતા તેણે કહ્યું કે આવી ક્ષણો ભાગ્યે જ અચાનક આવે છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે તેનું આયોજન અગાઉથી કરવામાં આવે છે.

ટેરેન્સે વધુમાં ઉમેર્યું, "ઘણા લોકો એવું માને છે કે અમે ડાન્સ કરવા માંગીએ છીએ પરંતુ વાસ્તવિકતા એ છે કે અમને આ મોમેન્ટ બનાવવાનું કહેવામાં આવે છે. તેથી જ્યારે તમે પૂછો કે શું આ વસ્તુઓ સ્ક્રિપ્ટેડ છે, તો હા, ગેસ્ટ અને કન્ટેસ્ટન્ટ વચ્ચેનું ઇન્ટ્રેક્શન પહેલેથી પ્લાન કરેલું હોય છે. જોકે, ડાન્સ, જજમેન્ટ, કમેન્ટ્સ અને ટેલેન્ટ ઓથેન્ટિક હોય છે. પરંતુ કંઈપણ જે એક ગ્રેટ પ્રોમો મોમેન્ટ બનાવે છે. તે સ્ક્રિપ્ટેડ હોય છે."

દીપિકા સાથેના વાયરલ ડાન્સને યાદ કરતાં, તેણે ખુલાસો કર્યો કે તેને સ્ટેડિયમમાં એક ડ્રામેટિક મોમેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીને આ વાતની ખબર નહતી, અને તેને ત્યારે જ ઈમ્પ્રોવાઈઝ કરવું પડ્યું. તેણે કહ્યું, "ટેલિવિઝન પર કઈ માફ નથી કરવામાં આવતું. તેની પાસે ન તો સમય છે કે ન તો બજેટ."

ટેરેન્સે આગળ કહ્યું, મેલ જજ અભિનેત્રીઓને સ્ટેજ પર આવવામાં મદદ કરે છે. ટેરેન્સે તેને "સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ" ગણાવ્યું. તેણે સ્પષ્ટતા કરી, "હું ક્યારેય આવું નહીં કરું. મારા આઠ વર્ષના કાર્યકાળમાં, મેં ક્યારેય કોઈ કન્ટેસ્ટન્ટ કે સેલિબ્રિટીને આ રીતે સ્ટેજ પર નથી આમંત્રિત કર્યા."

TRP માટે એક મોમેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું

કોરિયોગ્રાફરે એક ઘટના વિશે વાત કરી જ્યાં તેને ફક્ત TRP વધારવા માટે એક મોમેન્ટ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં, તેણે આ વિચારનો વિરોધ કર્યો, પરંતુ જ્યારે નિર્માતાઓએ તેને ડેટા બતાવ્યો કે આવી હળવાશભરી મોમેન્ટવધુ દર્શકોને આકર્ષે છે, ત્યારે તેણે શોબિઝની વાસ્તવિકતા સ્વીકારવી પડી. તેણે ઉમેર્યું, "આ બધું TRP માટે કરવું પડે છે. એ કહેવું દુઃખદ છે, પણ સૌથી વધુ રેટિંગ આવી મોમેન્ટથી આવે છે. તેથી, આખરે, પ્રેક્ષકો દોષિત છે કારણ કે તેઓ તેનો આનંદ માણે છે."


Icon