Home / Entertainment : Death scene was filming on set actress was laughing at her own death

સેટ પર ચાલી રહ્યો હતો ડેથ સીન, પોતાના મૃત્યુ પર જ હસી રહી હતી અભિનેત્રી, દિગ્દર્શકે કરવું પડ્યું આ કામ

સેટ પર ચાલી રહ્યો હતો ડેથ સીન, પોતાના મૃત્યુ પર જ હસી રહી હતી અભિનેત્રી, દિગ્દર્શકે કરવું પડ્યું આ કામ

ઘણીવાર બોલિવૂડ ફિલ્મોમાં જ્યારે મૃત્યુનો ડેથ સીન કરવામાં આવે છે, ત્યારે સેટ પરનું વાતાવરણ ખૂબ જ ઉદાસ રહે છે. ખાસ કરીને જૂની ફિલ્મોમાં, જ્યારે કોઈ પાત્રનું મૃત્યુ થાય છે, ત્યારે લોકો ઘણીવાર ભાવુક થઈ જતા હતા. થિયેટરમાં ફિલ્મ જોનારા લોકો વિચારતા હતા કે પાત્રની હત્યા કેમ કરવામાં આવી અને જ્યારે તેમના મનપસંદ સ્ટાર્સ સ્ક્રીન પર રડે છે, ત્યારે તેઓ પણ રડવા લાગે છે. એક્ટિંગને વિશ્વસનીય બનાવવા માટે, સેટ પર પણ એવું જ વાતાવરણ જાળવવામાં આવે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1994માં ફિલ્મ 'હમ આપકે હૈ કૌન...?' રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આજે પણ લોકોની મનપસંદ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. આજે પણ આ ફિલ્મને દર્શકો તરફથી એટલો જ પ્રેમ મળે છે જેટલો રિલીઝ સમયે મળ્યો હતો. ફિલ્મના બધા જ કલાકારોને આજના સમયમાં પણ ઘણો પ્રેમ મળે છે, પછી ભલે તે સલમાનનું પાત્ર હોય કે માધુરી અને મોહનીશ બહલનું. ફિલ્મમાં એક બીજું પાત્ર હતું જેને ખૂબ પ્રેમ કરવામાં આવ્યો હતો, જોકે, આ પાત્ર ફિલ્મમાં મૃત્યુ પામે છે.

ડેથ સીનનું શૂટિંગ થઈ રહ્યું હતું

અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી રેણુકા શહાણે વિશે. રેણુકાએ આ ફિલ્મમાં માધુરી દીક્ષિત એટલે કે નિશાની મોટી બહેન પૂજાની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પૂજાનું પાત્ર સીડી પરથી પડી જવાથી મૃત્યુ પામે છે. તાજેતરમાં રેણુકાએ ફિલ્મ સાથે જોડાયેલી એક રમુજી વાત શેર કરી હતી. તેણે કહ્યું કે ફિલ્મમાં તેનો ડેથ સીન ચાલી રહ્યો હતો અને તે હસી રહી હતી. તો દિગ્દર્શકે તેને ઘરે જવા કહ્યું. તેણે કહ્યું કે બધા રડી રહ્યા હતા અને તેનો ડેથ સીન ચાલી રહ્યો હતો, જ્યાં તેના ફોટા પર ચંદનની માળા ચઢાવવામાં આવી હતી. આ જોઈને તે ખૂબ હસી રહી હતી.

ઇન્ડસ્ટ્રીમાં ટાઈપકાસ્ટ કરવામાં આવી

રેણુકાએ આગળ જણાવ્યું કે બધા રડી રહ્યા હતા અને તે સીન શૂટ થતા જોઈ રહી હતી. તેને હસતી જોઈને, ત્યાં હાજર એક્ટર્સ યોગ્ય રીતે સીન નહતા ભજવી શકતા. રેણુકાને સેટ પર જોઈને બધા વારંવાર હસતા હતા અને આવી સ્થિતિમાં કોઈપણ સીન કરી નહતું કરી શકતું. આ કારણે દિગ્દર્શકે તેને સેટ પરથી ઘરે જવાનું કહ્યું હતું. રેણુકાએ જણાવ્યું કે આ ફિલ્મમાં પૂજાની ભૂમિકા ભજવ્યા પછી, તે ઇન્ડસ્ટ્રીમાં ટાઈપકાસ્ટ બની ગઈ. તે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માંગતી હતી, પરંતુ તેને તક ન મળી.

Related News

Icon