
આ સમયે હોલીવુડ સિનેમામાંથી ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેત્રી મિશેલ ક્રિસ્ટીન ટ્રેચેનબર્ગનું નિધન થયું છે. માત્ર 39 વર્ષની ઉંમરે અભિનેત્રીના અવસાનના સમાચાર બહાર આવ્યા બાદ મનોરંજન જગતમાં શોકનો માહોલ છે. કોઈ માની શકતું નથી કે મિશેલ હવે આ દુનિયામાં નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મિશેલ ટ્રેચેનબર્ગનો મૃતદેહ ન્યૂયોર્કના એક આલીશાન એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, અભિનેત્રીના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.
ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી
ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર મિશેલ ફિલ્મ અને ટીવી જગતની અગ્રણી અભિનેત્રીઓમાંથી એક હતી. એક અહેવાલ મુજબ, તેના મૃત્યુના સમાચાર 26 ફેબ્રુઆરીએ આવ્યા હતા. મિશેલ ન્યૂયોર્કમાં સેન્ટ્રલ પાર્ક સાઉથ પર આવેલા વન કોલંબસ પ્લેસ ખાતેના તેના લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનો મૃતદેહ અહીંથી મળી આવ્યો હતો.
મિશેલના આકસ્મિક નિધનથી હોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેના પરિવાર અને ફેન્સ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી શરૂઆતની તપાસ બાદ જાણવા મળ્યું છે કે તેનું મૃત્યુ કોઈ શંકાસ્પદ સંજોગોમાં નથી થયું.
જોકે, મૃત્યુના કારણ અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી થયું. છેલ્લા કેટલાક સમયથી, મિશેલ ઇન્સ્ટાગ્રામ પરની તેની પોસ્ટ્સમાં ખૂબ બદલાયેલી દેખાતી હતી, જેના કારણે ફેન્સે તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એવા પણ સમાચાર છે કે તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થયું છે.
મિશેલને આ ફિલ્મો માટે યાદ કરવામાં આવશે
ઘણા સેલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર મિશેલના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. આ રીતે તેનું દુનિયાને અલવિદા કહેવું હોલીવુડ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જો આપણે મિશેલના એક્ટિંગ કરિયર પર નજર કરીએ તો, તેણે બાળપણમાં એક ટીવી જાહેરાત દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી, 1990 અને 2000ના દાયકાની વચ્ચે, તેણે અંગ્રેજી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને નાના પડદા પર તેની શાનદાર એક્ટિંગથી લોકપ્રિયતા મેળવી હતી. તેની મુખ્ય ફિલ્મો અને ટીવી શો નીચે મુજબ છે.
ફિલ્મો
- મેલિસા
- ઇન્સ્પેક્ટર ગેજેટ
- યૂરો ટ્રીપ
- બ્લેક ક્રિસમસ
- કોપ આઉટ
ટીવી શો
- લો એન્ડ ઓર્ડર
- સ્પેસ કેસ
- બફી ધ વેમ્પાયર સ્લેયર
- સિક્સ ફિટ અંડર
- ગોસિપ ગર્લ
તમને જણાવી દઈએ કે મિશેલને છેલ્લી વાર 'સ્પાઇરલ' ફિલ્મમાં તેના શાનદાર યોગદાન માટે યાદ કરવામાં આવશે.