દીપિકા પાદુકોણે ગયા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીપિકા-રણવીરે 8 સપ્ટેમ્બરે પોતાની દીકરીના જન્મના ખુશખબર ફેન્સ સાથે શેર કર્યા હતા. અભિનેત્રીને માતા બન્યાને માત્ર એક મહિનો અને થોડા દિવસો જ થયા છે, પરંતુ ફેન્સ તેને ફરીથી પડદા પર જોવા માટે ઉત્સુક છે અને દીપિકાએ હવે તેના ફેન્સની ઇચ્છા પૂરી કરી દીધી છે. દીપિકા સ્ક્રીન પર પાછી ફરી છે અને તે પણ પતિ રણવીર સિંહ સાથે. રણવીરે તેની ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

