Home / Entertainment : Deepika Padukone said India has been robbed of oscars many times

VIDEO / 'ભારતને ઘણી વખત ઓસ્કારથી વંચિત રાખવામાં આવ્યું', દીપિકા પાદુકોણે એકેડેમી એવોર્ડ્સ પર સાધ્યું નિશાન

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ્સ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. દીપિકા, જે ઓસ્કાર 2023માં પોતાની હાજરીથી હેડલાઇન્સમાં આવી હતી, તેણે એક વીડિયો શેર કર્યો જેમાં તેણે ભારતીય ફિલ્મોને ઓસ્કારમાં માન્યતા ન મળવા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોને ઓસ્કાર મળવાથી ખુશ છે દીપિકા?

તાજેતરમાં ભારતીય ફિલ્મો 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' અને 'લાપતા લેડીઝ' ને વૈશ્વિક પ્લેટફોર્મ પર ઘણી પ્રશંસા મળી છે. જોકે, આ ફિલ્મોને ઓસ્કાર 2025ની ફાઈનલ લિસ્ટમાં સ્થાન નહતું મળ્યું, જેનાથી ભારતીય ફેન્સના દિલ તૂટ્યા હતા. આ દરમિયાન, દીપિકાએ તેના વીડિયોમાં ઓસ્કાર સંબંધિત પ્રશ્નનો જવાબ આપ્યો. તેને પૂછવામાં આવ્યું, "તમારા માટે કઈ ઓસ્કાર જીત ખાસ હતી?" દીપિકાએ કહ્યું કે તે 51 વર્ષીય અભિનેતા એડ્રિયન બ્રોડીની જીતથી ખૂબ જ ખુશ છે. એડ્રિયનને આ વર્ષે ફિલ્મ 'ધ બ્રુટાલિસ્ટ' માટે તેનો બીજો ઓસ્કાર મળ્યો. આ પહેલા તેણે 2003માં 'ધ પિયાનિસ્ટ' માટે ઓસ્કાર જીત્યો હતો. મેકઅપ સેશન દરમિયાન દીપિકાએ કહ્યું, "હું એડ્રિયન બ્રોડી માટે ખૂબ જ ખુશ છું."

'ભારતને ઘણી વખત ઓસ્કારથી વંચિત રાખવામાં આવ્યું'

દીપિકાએ ભારતીય ફિલ્મો અને ટેલેન્ટને ઓસ્કારમાં માન્યતા ન મળવા અંગે વાત કરી. તેણે કહ્યું, "ભારતને ઘણી વખત ઓસ્કારથી વંચિત રાખવામાં આવ્યું છે. ઘણી ફિલ્મો અને પ્રતિભાઓ એવી છે જે એવોર્ડને લાયક હતી પરંતુ તેમની અવગણના કરવામાં આવી." જોકે, દીપિકાએ એક ખાસ ક્ષણને યાદ કરતી વખતે પોતાની લાગણીઓ પણ શેર કરી હતી. તેણે કહ્યું કે જ્યારે 2023માં એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' ના ગીતને ઓસ્કાર મળ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. દીપિકાએ કહ્યું, "હું પ્રેક્ષકોમાં બેઠી હતી. જ્યારે 'RRR' ના નામની જાહેરાત કરવામાં આવી, ત્યારે હું ભાવુક થઈ ગઈ. તે મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ હતી. ભલે હું તે ફિલ્મનો ભાગ નહતી, પરંતુ એક ભારતીય તરીકે આ જીત મારા માટે ખૂબ જ મહત્ત્વની હતી."

આ ફિલ્મમાં જોવા મળશે દીપિકા

દીપિકાએ 2023ના ઓસ્કાર સમારોહમાં 'RRR' ફિલ્મનું 'Natu Natu' ગીત રજૂ કર્યું હતું. આ ગીતને બેસ્ટ ઓરિજનલ સોંગ માટે ઓસ્કાર મળ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા છેલ્લે 'સિંઘમ રિટર્ન્સ' માં જોવા મળી હતી. હવે, તે 'કલ્કી 2898 એડી' ની સિક્વલમાં જોવા મળશે.

Related News

Icon