
લેટેસ્ટ ન્યુઝ એવા છે કે 'રેડ-2'ના મેકર્સે ફિલ્મમાં બે નવાં ગીત ઉમેરવાનું નક્કી કર્યું છે - એક ક્લબ સોંગ અને એક રોમેેન્ટિક સોંગ.
અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની ફિલ્મ 'રેડ-ટુ' એક વરસથી રિલીઝના વાંકે પડી છે. મે, ૨૦૨૪માં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લેવાયું હોવા છતાં ફિલ્મ રિલીઝ નથી થઈ. એની રિલીઝ ડેટ વારંવાર બદલાયા કરે છે. લેટેસ્ટ ન્યુસ એવા છે કે રેડ-ટુના મેકર્સે ફિલ્મમાં બે નવા ગીત ઉમેરવાનું નક્કી કર્યું છે. એ પૈકી એક સોંગ ક્લબમાં ફિલ્મવાશે અને બીજું રોમાન્ટિક ગીત હશે.
ડાન્સ નંબરનું શૂટિંગ ટૂંક સમયમાં થશે. એ સોંગ કયા એક્ટર પર ફિલ્માવાશે એ હજુ નક્કી નથી થયું. ફિલ્મના પ્રોડક્શન યુનિટના એક સિનિયર મેમ્બર કહે છે, 'અમારા પ્રોડયુસરો ભૂષણ કુમાર અને કુમાર મંગતે છેલ્લી ઘડીએ ગીત ઉમેરવાનો નિર્ણય લીધો. એમનું એવું માનવું છે કે સોંગને લીધે ની પહેલાનો સીન વધુ અસરકારક બનશે. ક્લબમાં ગવાતા આ ગીતમાં અજય દેવગન કોઈકને શોધતો નજરે પડશે. હની સિંહે આ સોંગ કમ્પોઝ કર્યું છે.
બીજું રોમાન્ટિક ગીત એપ્રિલના ત્રીજા સપ્તાહમાં દેવગન અને વાણી કપૂર પર ફિલ્માવાશે. ફિલ્મમાં રિતેશ દેશમુખ પણ એક મહત્ત્વના રોલમાં છે.
રેડની આ સિક્વલમાં અજય દેવગન ફરી સિનીયર ઈન્કમ ટેક્સ ઓફિસર અમય પટનાઈકની ભૂમિકામાં છે. મૂળ ફિલ્મ ૭ વરસ પહેલા ૨૦૧૮ રિલીઝ થઈ હતી. રેડ-૨ માટે હવે ૧લી મેની રિલીઝ ડેટ નક્કી થઈ છે. સવાલ એ છે કે એપ્રિલના ત્રીજા વીક સુધી સોંગનું શૂટિંગ ચાલ્યા બાદ મૂવી ૧ મે સુધી માં રિલીઝ માટે રેડી થઈ શકશે કે કેમ.
લેટ્સ સી!