જો આપણે નવા વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મની વાત કરીએ તો તેમાં અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતની ફિલ્મ 'ઈમરજન્સી'નું નામ સામેલ થશે. લાંબા સમયથી વિવાદમાં રહેલી આ ફિલ્મની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે અને હવે કંગનાની ફિલ્મનું બીજું ટ્રેલર મેકર્સે રિલીઝ કરી દીધું છે. દેશના પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળમાં લાગેલી ઈમરજન્સીના પીરિયડને આ ફિલ્મમાં દર્શાવાયો છે.

