Home / Entertainment : Fans were also scared after seeing the terrifying look of the famous actress.

ફેમસ એક્ટ્રેસનો ભયાનક લુક જોઈ ફેન્સ પણ ડર્યા! યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

ફેમસ એક્ટ્રેસનો ભયાનક લુક જોઈ ફેન્સ પણ ડર્યા! યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

નૂસરત ભરૂચા અને સોહા અલી ખાન સ્ટારર હોરર ફિલ્મ 'છોરી 2' એ હલચલ મચાવી દીધી છે. આ સાથે જ સોહાએ પોતાનું એક્ટિંગ કમબેક કર્યું છે. 2018માં સોહા અલી ખાન 'સાહેબ બીવી ઓર ગેંગસ્ટર'માં જોવા મળી હતી. ત્યારબાદ તેણે હવે ફિલ્મ 'છોરી 2'માં કામ કર્યું છે અને પોતાના ડરામણા લુકથી તમામના હોંશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં સોહાએ 'દાસી મા' નું પાત્ર ભજવ્યું છે, જે એક રહસ્યમયી મહિલા છે. બાદમાં તે એક અજીબ ડરામણી ચૂડેલનું રૂપ ધારણ કરી લે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અભિનેત્રીનો ડરામણો લુક જોઈ ફેન્સ પણ ડર્યા

હવે અભિનેત્રીએ પોતાનું લુક સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેમાં તેને ચૂડેલના રૂપમાં જોઈ શકાય છે. આ લુકમાં સોહાને ઓળખવું મુશ્કેલ છે. અભિનેત્રીનો આ લુક એટલો ડરામણો છે કે, તેને જોઈને તમારું હૃદય કાંપી ઉઠે છે અને તમારા મોઢામાંથી ચીસો નીકડી જાય છે. યુઝર્સ પણ અભિનેત્રીનું આ રૂપ જોઈને ડરી ગયા છે. 

યુઝરની પ્રતિક્રિયા

એક યુઝરે ફોટો પર કોમેન્ટ કરી કે, 'ડરામણી લાગી રહી છે.' બીજા એક યુઝરે લખ્યું કે, 'અરે આ અચાનક સામે આવી ગયું, હું તો ડરી ગયો.' એક વ્યક્તિએ મજાકમાં લખ્યું, 'સોહા બળેલી નાન જેવી લાગે છે.' બીજી તરફ ચાહકો સોહા અલી ખાનના બદલાયેલા અવતાર અને 'છોરી 2'માં તેના કામ બંનેથી ખૂબ ખુશ છે. અભિનેત્રીને કંઈક અલગ કરવા બદલ પ્રશંસા પણ મળી રહી છે. 

Related News

Icon