Home / Entertainment : Films that Rajinikanth refused to do news

રજનીકાંતે જે ફિલ્મો નકારી હતી, તે બોક્સ ઓફિસ પર રહી સુપરહિટ

રજનીકાંતે જે ફિલ્મો નકારી હતી, તે બોક્સ ઓફિસ પર રહી સુપરહિટ

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવૂડમાં પણ ખૂબ મોટી છે. પોતાની કારકિર્દીમાં રજનીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અભિનયથી હલચલ મચાવી છે. રજનીકાંતની પોતાની આગવી શૈલી છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, પરંતુ શું તમે જાણો છો કે તેમણે ઘણી ફિલ્મોને પણ નકારી કાઢી છે. આજે તમને રજનીકાંતની તે ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેમણે નકારી કાઢ્યા પછી સુપરહિટ બની હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'મુધાલવન'

રજનીકાંતની નકારાયેલી ફિલ્મોની યાદીમાં પહેલું નામ 'મુધાલવન' છે. આ ફિલ્મ રાજકારણ પર આધારિત હતી. આ કારણોસર રજનીકાંતે આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો, જે પાછળથી ખૂબ જ હિટ બની. અનિલ કપૂરની ફિલ્મ 'નાયક' આ ફિલ્મની હિન્દી રિમેક છે.

'ધ્રુવ નચતિરમ ચેપ્ટર 1 : યુદ્ધ કંદમ'

આ યાદીમાં આગળનું નામ ફિલ્મ 'ધ્રુવ નચતિરમ ચેપ્ટર 1 : યુદ્ધ કંદમ' છે, જેને રજનીકાંતે ના પાડી દીધી હતી. આ પછી વિક્રમને આ ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવ્યો. આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ.

'પાપનાસમ'

કમલ હાસનની ફિલ્મ 'પાપનાસમ' માટે રજનીકાંત પહેલી પસંદગી હતા. આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો એવા હતા જેના કારણે રજનીકાંતે તેને કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

 'ઈન્ડિયન' 

કમલ હાસન પહેલા 'ઈન્ડિયન' ફિલ્મ માટે રજનીકાંતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ કારણોસર રજનીકાંતે આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો.

'તિરંગા'

બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'તિરંગા'માં નાના પાટેકર અને અભિનેતા રાજકુમાર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ માટે સૌપ્રથમ રજનીકાંતનો સંપર્ક કરવામાં આવ્યો હતો. અભિનેતાએ આ ફિલ્મ કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

Related News

Icon