
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અભિનેત્રી તેની એક્ટિંગ અને સ્ટાઇલ માટે જાણીતી છે. આ અભિનેત્રી પહેલીવાર 2011માં થિયેટરમાં રિલીઝ થયેલી ટીન ડ્રામા "લવ કા ધ એન્ડ" માં જોવા મળી હતી. ફિલ્મ "આશિકી 2" એ તેમને ઓળખ આપી. આ ફિલ્મમાં તે આદિત્ય રોય કપૂર સાથે હતી અને ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. ત્યારબાદ તેમણે 'હૈદર', 'એક વિલન', 'બાધી', 'એબીસીડી 2' અને 'સ્ત્રી 2' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. આજે તેના જન્મદિવસ પર, ચાલો તમને તેની નેટવર્થ વિશે જણાવીએ.
શ્રદ્ધા કપૂરની નેટવર્થ
શ્રદ્ધા કપૂરને બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંથી એક ગણવામાં આવે છે. 'સ્ત્રી 2' ની સફળતાએ તેને ટોપ પર પહોંચાડી. એક્ટિંગ ઉપરાંત, અભિનેત્રી મોડેલિંગ, જાહેરાતો અને બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ ઘણી કમાણી કરે છે. GQ વેબસાઈટ અનુસાર, અભિનેત્રીની નેટવર્થ 130 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
એક અહેવાલ અનુસાર, અભિનેત્રી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે લગભગ 1.6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે વીટ, લેક્મે, લિપ્ટન, ધ બોડી શોપ, વોગ સહિત ઘણી મોટી બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે. અભિનેત્રી પાસે ઘણી લક્ઝરી કાર છે, જેમાં 83.3 લાખ રૂપિયાની ઓડી Q7, મર્સિડીઝ બેન્ઝ GLE અને 1.50 કરોડ રૂપિયાની BMW 7 સિરીઝનો સમાવેશ થાય છે. તે જુહુમાં રહે છે, આ ઘરનીકિંમત લગભગ 60 કરોડ રૂપિયા છે. આ સિવાય મડ આઈલેન્ડમાં તેનો 20 કરોડ રૂપિયાનો બંગલો પણ છે. અભિનેત્રીનું પોતાનું ફેશન લેબલ 'ઈમારા' પણ છે, જેનાથી તે ઘણી કમાણી કરે છે.
શ્રદ્ધા કપૂરનું રિલેશનશિપ સ્ટેટસ
આ દિવસોમાં શ્રદ્ધા કપૂરનું નામ રાહુલ મોદી સાથે જોડાઈ રહ્યું છે. બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર રીતે જાહેર નથી કર્યા, પરંતુ તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. તાજેતરમાં જ શ્રદ્ધાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફેન્સનું ધ્યાન તેના ફોનના વોલપેપર પર ગયું છે. વોલપેપરમાં, રાહુલ પાછળથી શ્રદ્ધાને પ્રેમથી ગળે લગાવી રહ્યો છે અને તેના ખભા પર માથું રાખી રહ્યો છે. આ એક મિરર સેલ્ફી છે. આ ઉપરાંત, રાહુલ અને શ્રદ્ધા તાજેતરમાં અમદાવાદમાં એક લગ્ન ફંક્શનમાં જોવા મળ્યા હતા. બંનેનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં, અભિનેત્રીએ ક્રીમ રંગનો શરારા પહેર્યો હતો, જ્યારે રાહુલે બેજ અને ક્રીમ રંગનો ફોર્મલ સૂટ પહેર્યો હતો.