Home / Entertainment : Ghosts are inside humans.

Chitralok : સોહા અલી ખાન : ભૂત માનવીની ભીતર જ હોય

Chitralok :  સોહા અલી ખાન : ભૂત માનવીની ભીતર જ હોય

- 'કમનસીબ ઘટનાઓ બની જતી હોય છે. સૈફ પર થયેલા હુમલાના મામલામાં અમને એ વાતની રાહત છે કે શૂળીનો ઘા સોયથી ટળી ગયો. નહીં તો આ દુર્ઘટના ઘણી મોટી પણ હોઈ શકત.' 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોત્યાર સુધી 'રંગ દે બસંતી', 'આહિસ્તા આહિસ્તા', 'ખોયા ખોયા  ચાંદ', 'સાહબ બીવી ઔર ગેંગસ્ટર' જેવી ફિલ્મો તેમ જ 'કૌન બનેગી શેખરવતી' અને 'હશ હશ' જેવી વેબ સીરિઝોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોહા અલી ખાન ફિલ્મી પરિવારમાંથી આવતી હોવા છતાં તેને ફિલ્મોદ્યોગમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરતાં ખાસ્સો સમય લાગી ગયો. જોકે હવે તે બૉલીવૂડમાં મજબૂતીથી ઊભી છે. તાજેતરમાં તેની હૉરર ફિલ્મ 'છોરી-૨' આવી.

સોહાના ભૂત-પ્રેતના વિચારો તદ્દન નોખા પ્રકારના છે. તે કહે છે કે આપણે ભૂત-પ્રેતની વાતો કરીએ છીએ ત્યારે આપણને એ સમજવું જોઈએ કે ભૂત માનવીની અંદર જ હોય છે. તેને માટે આપણને બાહ્ય જગતમાં ડોકા તાણવાની જરૂર નથી.

સોહા વાસ્તવિક જીવનમાં એકદમ પ્રેક્ટિકલ છે. તે 'છોરી-૨'નું શૂટિંગ કરતી વખતે પોતાની સાત વર્ષની પુત્રી 'ઈનાયા' સાથે વિડિયો કૉલ પર વાત ન કરતી. અભિનેત્રી કહે છે કે ઈનાયાનો સુવાનો સમય થાય તેનાથી પહેલા હું નિયમિત રીતે તેને વિડિયો કૉલ કરતી. પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મારો મેકઅપ જોઈને તે ગભરાઈ ન જાય તેથી હું તેને નિયમિત સમયે ફોન ન કરતી. હા, જેવો મારો મેકઅપ દૂર થાય કે તરત જ હું તેને વિડિયો કૉલ કરતી.

એ વાત સર્વવિદિત છે કે સોહા અભિનેતા સૈફ અલી ખાનની બહેન છે. થોડા સમય પહેલા જ સૈફ પર જીવલેણ હુમલો થયો હતો. તો શું સોહાએ પણ પોતાની સલામતી વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે? તેના ઉપર આ હુમલાની શી અસર થઈ? આના જવાબમાં સોહા કહે છે કે અમે પહેલેથી પણ અમારી સુરક્ષા પ્રત્યે જાગૃત જ હતાં. આમ છતાં ક્યારેક કમનસીબે આવી દુર્ઘટના બની જતી હોય છે. અમને એ વાતની રાહત છે કે શૂળીનો ઘા સોયથી ટળી ગયો. નહીં તો આ દુર્ઘટના ઘણી મોટી પણ હોઈ શકત. મને એ વાતની પણ રાહત છે કે અમે બધા ફરી કામે ચડી ગયા છીએ.

આજની તારીખમાં સોશ્યલ મીડિયા સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય માનવી સુધી જાણે કે ફરજિયાત બની ગયું છે. અને તેના સારા પાસાં કરતાં નરસાં પાસાં વધારે છે. લોકોને પોતાની પોસ્ટ બદલ પ્રશંસા કરતી કમેન્ટ જોવી ગમે છે. પરંતુ વગોવણી જોવી નથી ગમતી. જોકે મોટાભાગે જોવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા પર અત્યંત અપમાનજનક કમેન્ટ્સ કરવામાં આવે છે જે સંબંધિત વ્યક્તિના મનોજગત પર ઘેરી અસર કરે છે. તો શું સોહાને પણ આવો અનુભવ થયો છે? તે સોશ્યલ મીડિયાને શી રીતે હેંડલ કરે છે? આના જવાબમાં અભિનેત્રી કહે છે કે મારી વગોવણી કરતી ઘણી કમેન્ટ મેં જોઈ છે. પરંતુ ૪૦ વર્ષની ઉંમરમાં હું ઘણી પરિપકવ થઈ ગઈ છું. મને કોઈપણ નેગેટિવ કમેન્ટ અસર નથી કરતી. વળી હું સોશ્યલ મીડિયાનો ઉપયોગ મારી ફિલ્મોના પ્રચાર કે અંગત બાબત શેર કરવા પૂરતો જ કરું છું. હા, આપણા બાળકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ શી રીતે કરે છે તેના ઉપર ચાંપતી નજર રાખવી જરૂરી છે. આપણે એમ વિચારીને નચિંત ન બની શકીએ કે તે પોતાના રૂમમાં બેઠો હોવાથી સલામત છે. હકીકત એ છે કે તે પોતાના રૂમમાં એકલું બેઠું હોય તોય તે ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વભરના સંપર્કમાં રહી શકે છે.

સોહાએ હમણાં હૉરર મૂવી કરી. પરંતુ શું તે પોતે આવી ફિલ્મો જૂએ છે ખરી? આના જવાબમાં અદાકારા કહે છે કે હું હૉરર ફિલ્મો ભાગ્યે જ જોઉં છું. અગાઉ મને હૉરર એટલે હોરેક્સ (હૉરર અને સેક્સનું મિશ્રણ) લાગતું. મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે હું આ પ્રકારની મૂવી કરીશ અને ભૂતિયા રોલ ભજવીશ. હકીકતમાં અમારી ટીમે વિચાર્યું હતું કે તેઓ આ સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જશે. આપણા દેશમાં ભૂત-પ્રેતને લગતી અનેક દંતકથાઓ અને કહાણીઓ છે. અમારી ફિલ્મ કોઈ હૉલીવૂડ મૂવીની નકલ નથી. આજે લોકો હૉરર-કૉમેડીના માધ્યમથી હૉરર જૂએ છે. તેથી મારા મતે શુધ્ધ હૉરર મૂવી માટેના આ સમય બિલકુલ યોગ્ય છે. અમારી ફિલ્મમાં એક મુદ્દો પણ છે.

 

Related News

Icon