ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) નો 25મો એવોર્ડ સમારોહ 8 અને 9 માર્ચે જયપુરમાં યોજાયો હતો. જેમાં આઈફા એવોર્ડ્સમાં ફિલ્મ 'લાપતા લેડીઝ'ની બોલબાલા રહી હતી. આ ફિલ્મે અલગ-અલગ 10 કેટેગરીમાં એવોર્ડ જીત્યા હતા. ત્યારે આ દરમિયાન ગુજ્જુ અભિનેત્રી જાનકી બોડીવાલા (Janki Bodiwala) આઈફા એવોર્ડ્સમાં છવાઈ ગઈ હતી.
ગુજ્જુ અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને (Shah Rukh Khan) જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપ્યો હતો. જેનો વિડિયો ગુજ્જુ અભિનેતા યશ સોનીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેને લખ્યું છે કે, જાનકી બોડીવાલાને જીતવા બદલ અભિનંદન અને તે પણ કિંગ ખાન દ્વારા જ આપવામાં આવ્યું છે. તું તેને લાયક છે ગર્લ. ગો બિગ! આ ખરેખર પ્રેરણાદાયક છે!