Home / Entertainment : Laapta Ladies won these many awards at IIFA

'લાપતા લેડીઝ' એ IIFA 2025માં મચાવી ધમાલ, 1-2 નહીં આટલા એવોર્ડ જીત્યા, જુઓ લિસ્ટ

'લાપતા લેડીઝ' એ IIFA 2025માં મચાવી ધમાલ, 1-2 નહીં આટલા એવોર્ડ જીત્યા, જુઓ લિસ્ટ

આ વખતે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) નું આયોજન જયપુરમાં કરવામાં આવ્યું હતું. 8 અને 9 માર્ચના રોજ જયપુરમાં આયોજિત આ એવોર્ડ શોમાં, વર્ષના બેસ્ટ કલાકારોને વિવિધ કેટેગરીઓમાં પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ વખતે IIFAમાં, ફિલ્મ 'લાપતા લેડીઝ' છવાઈ ગઈ છે, કારણ કે તેણે એક સાથે 9 એવોર્ડ જીત્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ' એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતનાર પ્રથમ ફિલ્મ હતી. કિરણ રાવને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મના ત્રણ કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ફિલ્મે અન્ય ઘણા એવોર્ડ જીત્યા હતા.

'લાપતા લેડીઝ' ને આ 9 કેટેગરીઓમાં એવોર્ડ મળ્યા

  • બેસ્ટ ફિલ્મ - લાપતા લેડીઝ
  • બેસ્ટ એક્ટ્રેસ - નિતાંશી ગોયલ
  • બેસ્ટ ડાયરેક્ટર - કિરણ રાવ 
  • બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ - પ્રતિભા રાંટા 
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - રવિ કિશન 
  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર - સંપત રાય 
  • બેસ્ટ લિરિક્સ - પ્રશાંત પાંડે - સજની રે 
  • બેસ્ટ એડીટીંગ - જબીન મર્ચન્ટ 
  • બેસ્ટ સ્ક્રીન પ્લે - સ્નેહા દેસાઈ 

આ કેટેગરીઓમાં પણ એવોર્ડ આપવામાં આવ્યા

  • બેસ્ટ એક્ટર - કાર્તિક આર્યન (ભૂલ ભુલૈયા ૩)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર - લક્ષ્ય લાલવાણી (કિલ)
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - જાનકી બોડીવાલા (શૈતાન)
  • બેસ્ટ એક્ટર (નેગેટિવ રોલ) - રાઘવ જુયાલ (કિલ)
  • બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર - કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
  • બેસ્ટ સિંગર મેલ - જુબિન નૌટિયાલ - દુઆ (આર્ટીકલ  370)
  • બેસ્ટ સિંગર ફિમેલ - શ્રેયા ઘોષાલ - મેરે ઢોલના (ભૂલ ભુલૈયા 3)
  • આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમા - રાકેશ રોશન
  • બેસ્ટ કોરયોગ્રાફિ - બોસ્કો-સીઝર - તૌબા તૌબા - (બેડ ન્યૂઝ)
  • બેસ્ટ VFX - રેડ ચિલીઝ VFX - ભૂલ ભુલૈયા 3
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - સુભાષ સાહુ, બોલોય કુમાર ડોલોઈ, રાહુલ કરપે - (કિલ)
  • બેસ્ટ ડાયલોગ - અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટીકલ 370)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી - રફી મહેમૂદ (કિલ)

'લાપતા લેડીઝ' ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી

તમને જણાવી દઈએ કે 'લાપતા લેડીઝ' આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી હતી. આ ફિલ્મમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા , સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ, રવિ કિશન અને સતેન્દ્ર સોની જેવા કલાકારો હતા. ગયા વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 4-5 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 26.26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'લાપતા લેડીઝ' ને આ વર્ષે ઓસ્કાર માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી, જોકે તે એવોર્ડ જીતવાનું ચૂકી ગઈ હતી.

Related News

Icon