
આઇકોનિક ફિલ્મ ફ્રેન્ચાઇઝ હેરાફેરીના ત્રીજા ભાગની ફેન્સ રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મમાં ફરી એક વખત રાજુ, ઘનશ્યામ અને બાબુભૈયાની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મને હવે ડિરેક્ટર મળી ગયો છે. હેરાફેરી-3ને પ્રિયદર્શન ડિરેક્ટ કરશે. 30 જાન્યુઆરીએ પ્રિયદર્શનના જન્મદિવસના પ્રસંગે અક્ષય કુમારે પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી હતી.
પ્રિયદર્શને પણ આપ્યો જવાબ
પ્રિયદર્શને જવાબમાં લખ્યુ, શુભકામના માટે આભાર અક્ષય કુમાર. તેના બદલામાં હું તમને એક ગિફ્ટ આપવા માંગુ છું. હું હેરાફેરી-3 કરવા જઇ રહ્યો છું, શું આ તૈયાર છે અક્ષય? પ્રિયદર્શનની આ પોસ્ટથી નક્કી થઇ ગયુ કે પ્રિયદર્શન જ હેરાફેરી-3ને ડિરેક્ટ કરવાના છે.
ટોપના ડિરેક્ટર છે પ્રિયદર્શન
પ્રિયદર્શનની ગણના બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ટોપ ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન રાઇટરમાં થાય છે. પ્રિયદર્શનનું નામ સાંભળતા જ 'હેરાફેરી', 'ચુપ-ચુપકે', 'હંગામા', 'ભાગમભાગ' જેવી કોમેડી ફિલ્મ આવે છે. બોલિવૂડમાં કેટલીક સફળ ફિલ્મ આપનારા પ્રિયદર્શનનો 68મો જન્મદિવસ છે. પ્રિયદર્શન કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા છે.