
'હાઉસફુલ 2' (Housefull 2) અને 'દિલ તો બચ્ચા હૈ જી' (Dil To Bachcha Hai Ji) જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી શાઝાન પદમસી (Shazaan Padamsee) એ લગ્ન કરી લીધા છે. તેણે પાંચમી જૂનના રોજ એક અંગત સમારોહમાં આશિષ કનકિયા સાથે લગ્ન કર્યા છે. આશિષ એક મોટા બિઝનેસ છે.
પરિવાર અને સંબંધીઓ ઉપરાંત, નજીકના મિત્રો પણ શાઝાન પદમસી (Shazaan Padamsee) ના લગ્નમાં હાજર રહ્યા હતા. જ્યારે શાઝાન પદમસી (Shazaan Padamsee) અને તેના પતિએ હજુ સુધી લગ્નની સત્તાવાર તસવીરો જાહેરનથી કરી, પરંતુ લગ્ન પછીની તેમની પહેલી ઝલક ચોક્કસપણે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
લગ્ન સમારંભ બે દિવસ સુધી ચાલ્યો
શાઝાન પદમસી (Shazaan Padamsee) અને આશિષ કનકિયાના લગ્ન સમારંભ બે દિવસ સુધી ચાલ્યો, જેમાં બધાએ ખૂબ જ મસ્તી અને ધમાલ કરી. શાઝાન પદમસી અને આશિષની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, લગ્ન પછીની ઉજવણી સાતમી જૂને થશે.
શાઝાન પદમસીનો પતિ કોણ છે?
શાઝાન પદમસી (Shazaan Padamsee) ના પતિનું નામ આશિષ કનકિયા છે, જે કનકિયા ગ્રુપના ડિરેક્ટર અને મૂવી મેક્સ સિનેમાના CEO છે. અભિનેત્રીએ જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર તેની રોકા સેરેમનીના ફોટો શેર કર્યા હતા અને તે દરમિયાન એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, "આશિષ સાથે મારો પરિચય બાળપણના મિત્ર દ્વારા થયો હતો અને ધીમે ધીમે બંને પ્રેમમાં પડ્યા હતા."