
ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી સાથે નિકાહ કર્યા. અભિનેત્રીએ તેના નિકાહની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ચાહકો માટે ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. હિનાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિકાહની તસવીરો પોસ્ટ કરી લખ્યું હતું.
'બે અલગ-અલગ દુનિયાઓમાંથી, અમે પ્રેમનું એક બ્રહ્માંડ બનાવ્યું. અમારા મતભેદો ઓગળી ગયા, અમારાં હૃદય એક થયાં, જેનાથી એક એવો બંધન રચાયું જે જીવનભર ટકશે. અમે અમારું ઘર, અમારો પ્રકાશ, અમારી આશા છીએ અને સાથે મળીને અમે તમામ મુશ્કેલીઓને પાર કરીએ છીએ. આજે, અમારું મિલન હંમેશા માટે પ્રેમ અને કાયદામાં સીલ થઈ ગયું છે. અમે પત્ની અને પતિ તરીકે તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ ઇચ્છીએ છીએ.'
સોશિયલ મીડિયા પર હિના ખાન અને રોકીના લગ્નની તસવીરો ઝડપથી વાઇરલ થઈ રહી છે. ચાહકો તેમની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે પોસ્ટ પર કોમેન્ટ કરી અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઈએ કે હિના ખાન અને રોકીના નિકાહની તસવીરોમાં બનેએ મેચિંગ કલરના ડ્રેસ પહેર્યા હતા. જેમા તે ખૂબજ સુદંર લાગી રહ્યા હતા. તસવીરોમાં હિના અને રોકીની રોમેંટિક પોઝમાં દેખાયા.