
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ તેના ઘરમાં ઘુસીને એક અજાણ્યા વ્યક્તિએ ચાકુથી હુમલો કર્યો હતો. તે બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. પાંચ દિવસ બાદ સૈફને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ ઘટનાક્રમ બાદ એક્ટર કામ પર પરત ફર્યો છે.
સૈફ અલી ખાન પર કેવી રીતે થયો હતો હુમલો? એક્ટરે ઘટનાક્રમ જણાવ્યો
સૈફ અલી ખાનના ઝડપી સ્વસ્થ થવાથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં અભિનેતાએ તે રાત્રે બનેલી ઘટના વિશે વાત કરી હતી. સૈફ અલી ખાને કહ્યું કે તે કેવી રીતે આ ઘટનામાંથી માંડ માંડ બચી ગયો.
સૈફ કહે છે, "જે પ્રકારની ઘટના બની તેનાથી તમે પેરાલાઇજ્ડ થઇ શકતા હતા અથવા મરી પણ શકતા હતા.મને ઘણા ટાંકા લાગ્યા છે. ભગવાનનો આભાર કે હું બિલકુલ સ્વસ્થ છું. મારા હાથ અને પગ બરાબર કામ કરી રહ્યા છે. મારી ગરદન પર લગભગ 30 નિશાન છે.જે રીતે મારી ગરદન કાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે ઘણુ ભયાનક હતું."
લોકોએ મારા દર્દની મજાક ઉડાવી હતી- સૈફ અલી ખાન
સૈફ આગળ કહે છે કે ઘણા લોકો માને છે કે બધું જ એક્ટિંગ છે.લોકો તે ઘટના અને મારા સ્વસ્થ થવા પર વિશ્વાસ કરી શકતા નથી. લોકો મજાક ઉડાવી રહ્યા છે પણ આ દુનિયાનું સત્ય છે. જો આખી દુનિયાને કોઈ વસ્તુ પ્રત્યે સહાનુભૂતિ હોય તો આપણે જુદા જુદા લોકોને કેવી રીતે જોઈશું? મને સમજાયું કે આ દુનિયામાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો છે. સારા લોકોને તમારા પ્રત્યે સહાનુભૂતિ હશે, તેઓ તમારા દુઃખને સમજશે. તેઓ જાણે છે કે તમને કેવી રીતે સારું અનુભવ કરાવવું, તમારી સંભાળ કેવી રીતે રાખવી.આ દુનિયા રંગબેરંગી છે. ઘણા લોકો તમને મદદ કરશે અને ઘણા લોકો તમારી મજાક પણ ઉડાવશે.
હુમલા બાદ અભિનેતા સૈફ અલી ખાન હવે કામ પર પાછા ફર્યા છે. તાજેતરમાં,તે મુંબઈમાં એક નેટફ્લિક્સ ઇવેન્ટમાં જાહેરમાં દેખાયો હતો. અહીં તેણે તેની આગામી ફિલ્મ 'જ્વેલ થીફ - ધ હેઇસ્ટ બિગિન્સ'ની જાહેરાત કરી હતી. સૈફ અલી ખાનની સાથે અભિનેતા જયદીપ અહલાવત પણ ફિલ્મ જ્વેલ થીફમાં છે. આ ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા સિદ્ધાર્થ આનંદ છે.આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થશે.