
સૈફ અલી ખાનના મોટા દીકરા ઇબ્રાહિમ અલી ખાને તાજેતરમાં જ એક્ટિંગ ક્ષેત્રે ડેબ્યુ કર્યું છે. તેની પહેલી ફિલ્મ 'નાદાનિયા' તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. જોકે, એક્ટર પોતાની એક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઈબ્રાહિમને તેની એક્ટિંગ માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, એક અનુભવી ફિલ્મ નિર્માતા એક્ટરના સપોર્ટમાં આવ્યો છે.
'રાઝ' અને 'કસૂર' જેવી ફિલ્મો માટે જાણીતા દિગ્દર્શક વિક્રમ ભટ્ટે દાવો કર્યો છે કે ઈબ્રાહિમ અલી ખાન એક મોટો સ્ટાર બનશે. તેનું કહેવું છે કે તેની એક્ટિંગમાં કોઈ ખામી નથી, લોકો તેને કોઈ કારણ વગર ટ્રોલ કરી રહ્યા છે. વિક્રમ કહે છે કે આખરે કયો એક્ટર તેની પહેલી ફિલ્મમાં પરફેક્ટ હોય છે.
વિક્રમ ભટ્ટે ઈબ્રાહિમ-ખુશીના વખાણ કર્યા
તાજેતરના ઇન્ટરવ્યુમાં, વિક્રમ ભટ્ટે કહ્યું કે તેને ઈબ્રાહિમ અને ખુશીની એક્ટિંગ ગમી. તેણે કહ્યું- 'મને તેમની એક્ટિંગમાં કોઈ સમસ્યા ન લાગી. આ ફિલ્મ એવી નહતી જે હું જોવા માંગુ કારણ કે હું આ ફિલ્મનો ટાર્ગેટ ઓડિયન્સમાં નથી. આ ફિલ્મ Gen Z અને ટીનેજર માટે છે. એક દિગ્દર્શક તરીકે, મને ઈબ્રાહિમ અને ખુશી ગમ્યા.'
'ઈબ્રાહિમ મોટો સ્ટાર બનશે'
ઈબ્રાહિમની સરખામણી સૈફ અલી ખાન સાથે થવાના પ્રશ્ન પર, વિક્રમ ભટ્ટે કહ્યું, 'એવું થશે, ઈબ્રાહિમ પણ સૈફ જેવો દેખાય છે, તો તમે સરખામણી કેમ ન થાય? પરંતુ આ સરખામણી સાથે પણ તે પોતાને સાબિત કરે છે. મને લાગે છે કે તે સૈફની બરાબરીનો છે અને તેની પહેલી ફિલ્મમાં સૈફની એક્ટિંગ કરતાં પણ સારો છે. હું તમને લેખિતમાં આપી શકું છું કે ઈબ્રાહિમ એક મોટો સ્ટાર બનશે.'