શુક્રવારે પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું હતું. રવિવારે તેમની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ દરમિયાન આમિર ખાન, નીલ નીતિન મુકેશ, ફરહાન અખ્તર સહિત ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. એક્ટ્રેસ અને પોલિટિશિયન જયા બચ્ચન પણ ત્યાં જોવા મળ્યા હતા.
આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક મહિલા જયા બચ્ચનના ખભા પર હાથ રાખે છે અને જયા બચ્ચન ગુસ્સે થઈ જાય છે. તેઓ પાછળ ફરીને તેનો હાથ પકડી લે છે અને તેને દૂર કરે છે. જયાને આ રીતે ગુસ્સે થતા જોઈને ફેન્સ ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે. તેઓ જયા બચ્ચનને ટ્રોલ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?
ઘણા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "તે અસભ્ય વર્તન કરે છે." અન્ય યુઝરે લખ્યું, "તમે પબ્લિકના કારણે જ જે તો તે બન્યા છો અને પબ્લિકથી જ એલર્જી છે." બીજા એક યુઝરે લખ્યું, "રેખાજી તેના કરતાં વધુ સારા અને દયાળુ છે." એક યુઝરે લખ્યું, "ક્યારેક એવું લાગે છે કે ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. જો તેનો દીકરો ચાલ્યો હોત, તો તેમણે તેને ધક્કો મારવાને બદલે થપ્પડ મારી હોત. કેટલાક લોકોને ઘરમાં તકલીફ થઈ શકે છે. ભગવાન સૌને બુદ્ધિ આપે." એક યુઝરે કહ્યું કે, "તેમને ખબર નથી કે તેમણે કેવા પ્રકારનું વર્તન રાખવું જોઈએ."
તમને જણાવી દઈએ કે જયા બચ્ચન ઘણીવાર જાહેરમાં ગુસ્સે થતા જોવા મળે છે. તેઓ ઘણીવાર પાપારાઝીને ઠપકો આપે છે. એકવાર, જ્યારે જયા તેમની દોહિત્રી નવ્યા સાથે હતા, ત્યારે તે પાપારાઝી પર ગુસ્સે થઈ ગયા હતા. જ્યારે પાપારાઝીએ તેમની પુત્રવધૂ ઐશ્વર્યાને એશ કહી, ત્યારે તે ગુસ્સે થઈ ગયા હતા.