
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'લવયાપા'ને લઈને સમાચારમાં છે. આ ફિલ્મમાં તેની સાથે ખુશી કપૂર પણ જોવા મળશે. ખુશી અને જુનૈદની એકસાથે આ પહેલી ફિલ્મ છે. જુનૈદે 2024માં યશ રાજ ફિલ્મ્સની 'મહારાજા'થી ડેબ્યુ કર્યું હતું, જે OTT પર રિલીઝ થઈ હતી. તેના પિતાની જેમ, જુનૈદ પણ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહે છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, જુનૈદ ખાને સ્ટાર કિડ હોવા વિશે આ વાત કરી છે.
વાતચીત દરમિયાન, જુનૈદ ખાને ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેને કામ માટે સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાની જરૂર નથી. અભિનેતા કહે છે કે પારિવારિક વારસાએ તેને ફિલ્મો મેળવવામાં ઘણી મદદ કરી છે. તે કહે છે કે તેને ફક્ત તેના પરિવારના કારણે જ ફિલ્મો મળી છે.
જુનૈદને આમિરનો પુત્ર હોવાનો ફાયદો મળે છે
ઇન્ટરવ્યુમાં જુનૈદ ખાને સ્વીકાર્યું કે આમિર ખાનનો પુત્ર હોવું તેના માટે ખૂબ ફાયદાકારક છે. અભિનેતાએ કહ્યું, “હું આમિર ખાનનો દીકરો છું. આ મારા માટે પણ એક પ્રિવિલેજ છે. મેકર્સ મને પબ્લિક પ્રેઝેન્સ વિના કાસ્ટ કરી લે છે. પરંતુ ઘણા કલાકારોને આ તક નથી મળતી. આ સંપૂર્ણપણે મારા પરિવારને કારણે છે." આ ઉપરાંત, તેણે એમ પણ કહ્યું કે આજ સુધી કોઈએ તેના વિશે કોઈએ નેગેટીવ કમેન્ટ્સ નથી કરી, જો કોઈએ નેગેટીવ કમેન્ટ્સ કરી હોય, તો પણ તેની જાણમાં નથી કારણ કે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.
ખુશી કપૂરે પણ પ્રિવિલેજની વાત સ્વીકારી
આ ઇન્ટરવ્યુ દરમિયાન ખુશી કપૂર પણ જુનૈદ સાથે હતી. ખુશીએ પણ સ્વીકાર્યું કે તેને પણ આનો લાભ મળ્યો છે. અભિનેત્રીએ કહ્યું, “મારી પાસે ઘણું બધું છે જેના માટે હું ખૂબ આભારી છું. તેથી, હું કોઈપણ બાબતની ફરિયાદ નથી કરવા માંગતી. હું જ્યાં પણ છું ત્યાં ખુશ છું." ખુશી અને જુનૈદ ખાનની ફિલ્મ 7 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થઈ રહી છે.