Home / Entertainment : Lalit Modi shares a video with his new girlfriend

સુષ્મિતા સેન સાથે બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડ્યા લલિત મોદી, શેર કર્યો નવી ગર્લફ્રેન્ડ સાથેનો VIDEO

IPLના ફાઉન્ડર અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ પોતાની પર્સનલ લાઈફને લઈને મોટી અપડેટ આપી છે. વેલેન્ટાઈન ડે પર તેમણે જણાવ્યું કે 'હું ફરીથી પ્રેમમાં પડી ગયો છું.' આ સાથે જ તેમણે એક્ટ્રેસ સુષ્મિતા સેનથી પોતાના બ્રેકઅપની પુષ્ટિ પણ કરી દીધી. લલિતે પોતાની નવી પ્રેમિકાની સાથે વીડિયો મોન્ટાઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં તેમણે તેનું નામ નથી જણાવ્યું. પરંતુ તેમણે મહિલાની સાથે ઘણી તસવીર શેર કરી અને કહ્યું કે તે જૂની મિત્ર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લલિત મોદીએ પોસ્ટમાંના કેપ્શનમાં લખ્યું છે, '25 વર્ષની મિત્રતા હવે સંબંધમાં બદલાઈ ગઈ છે. હું ભાગ્યશાળી રહ્યો. આમ તો બે વખત નસીબે સાથ આપ્યો. 25 વર્ષની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ છે. આવું બે વખત થયું. આશા છે કે આવું તમારા બધા સાથે થાય. બધાને હેપ્પી વેલેન્ટાઈન ડે." આ કેપ્શનની સાથે તેમણે વીડિયો ક્લિપમાં ઘણી તસવીરો શેર કરી. થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર લલિત મોદીની આ પોસ્ટ વાઈરલ થઈ ગઈ. ઈન્ટરનેટ યુઝર્સ તરફથી તેમને ખૂબ શુભકામનાઓ મળી છે.

1991માં મીનલ મોદી સાથે થયા હતા લગ્ન

લલિત મોદીના લગ્ન વર્ષ 1991માં મીનલ મોદી સાથે થયા હતાં. 2018માં કેન્સર સામે લડતી વખતે મીનલનું મોત નીપજ્યું. તે બાદ વર્ષ 2022માં લલિત મોદીની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો, જેમાં જણાવવામાં આવ્યું કે તે બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની સાથે રિલેશનશિપમાં છે. તેમણે માલદીવમાં એકબીજા સાથે વિતાવેલી રજાઓની તસવીરો શેર કરી. એટલું જ નહીં, લલિતે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયો પણ બદલી દીધો હતો અને સેનના હેન્ડલ બાદ 'માય લવ' જોડી દીધું હતું. આ રોમાન્સે દરેકને ચોંકાવ્યા, પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ન ચાલ્યો. થોડા સમય બાદ જ લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા. હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે.

Related News

Icon