બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) ટીવી રિયાલિટી શો 'હિપ હોપ સિઝન 2' ના સેટની બહાર જોવા મળી છે. આ સમય દરમિયાન, અભિનેત્રી પાપારાઝી પાસેથી પસાર થઈને સેટ તરફ આગળ વધી રહી છે. પાપારાઝીના કહેવા પર, મલાઈકા (Malaika Arora) અટકી ગઈ અને તેમને પોઝ આપ્યા હતા. જેનો વીડિયો અને ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
વીડિયોમાં મલાઈકા અરોરા (Malaika Arora) પિંક કલરનો જમ્પસૂટ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે, તેણે બ્રાઉન બેલ્ટ પહેર્યો છે, જે તેના દેખાવને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યો છે. મલાઈકા અરોરા (Malaika Arora) જમ્પસૂટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. પાપારાઝી માટે પોઝ આપ્યા પછી, મલાઈકા સેટની અંદર ગઈ. મલાઈકાનો નવો લુક જોયા પછી, લોકો તેને 'ફાયર' કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, "મલાઈકા, તમારી સામે બધા નિષ્ફળ છે." જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, "મલાઈકા ફાયર છે."
મલાઈકાનું ટેટૂ
નવા લુકની સાથે, મલાઈકા (Malaika Arora) ના હાથ પર જોવા મળતા ટેટૂની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કેટલાક યુઝર્સ મલાઈકાના ટેટૂ પર શું લખ્યું છે તેની ચર્ચા કરતા હતા. તમને જણાવી દઈએ કે મલાઈકાએ પોતાના હાથ પર 'સબ્ર અને શુક્ર' નું ટેટૂ કરાવ્યું છે.
કેટલાક લોકોએ મલાઈકાને ટ્રોલ પણ કરી
જ્યાં એક તરફ લોકો મલાઈકા અરોરા (Malaika Arora) ના વખાણ કરવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ ટ્રોલ્સ કેવી રીતે પાછળ રહી શકે? મલાઈકા અરોરાનો આ નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકોએ મલાઈકાને ટ્રોલ કરી અને તેને તેની ઉંમરનો આદર કરવાની સલાહ આપી. એક યુઝરે લખ્યું, "તમારી ઉંમર પ્રમાણે પોશાક પહેરો." જ્યારે બીજા એક યુઝરે લખ્યું છે કે, 'ખૂબ જ ખરાબ સ્ટાઇલ.'