Home / Entertainment : Sara Ali Khan expresses grief over Pahalgam terror attack

Sara Ali Khanએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, બસ આ ભૂલ કરી અને ટ્રોલ થઈ

Sara Ali Khanએ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું, બસ આ ભૂલ કરી અને ટ્રોલ થઈ

22 એપ્રિલ ભારતના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાયેલો છે. પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ દરેકને આઘાત પહોંચાડ્યો છે. આ આતંકવાદી હુમલાની સતત નિંદા કરવામાં આવી રહી છે. આમાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. બોલિવૂડના અન્ય ઘણા સ્ટાર્સની જેમ, બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને પણ આ હુમલાની નિંદા કરી અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, પરંતુ તે ઘણી ટ્રોલ થઇ રહી છે અને તેના કામને મૂર્ખતાપૂર્ણ ગણાવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સારાએ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું 

હુમલાના લગભગ બે દિવસ પછી સારાએ પહેલગામ હુમલા પર પ્રતિક્રિયા આપી અને આ માટે તેણે એક ખાસ ફોટો પસંદ કર્યો. જે તસવીર સામે આવી છે તેમાં તે પોતે ઘાટીમાં ઉભી રહેલી જોવા મળે છે. આ ફોટો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શાંતિ અને ન્યાય માટે પ્રાર્થના કરી હતી. 

જોકે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે એક્ટ્રેસની પોસ્ટની ટીકા કરી હતી. આ શેર કરતાં સારાએ કેપ્શનમાં લખ્યું, 'આ બર્બર ક્રૂરતાથી દિલ તૂટી ગયું, આઘાત લાગ્યો છે અને ભયાનક હતું. આપણું આ પૃથ્વી પરનું સ્વર્ગ - એક એવી જગ્યા જે શાંત અને સુંદર લાગે છે. શાંતિ અને ન્યાય માટે પ્રાર્થના.' 

સારા અલી ખાન થઈ ટ્રોલ! પહલગામ હુમલા અંગે કરેલી પોસ્ટ પર યુઝર્સ ભડક્યાં 2 - image

સારાની પોસ્ટ પર યુઝર્સ ભડક્યાં 

સારાનો હેતુ શોક વ્યક્ત કરવાનો હોઈ શકે છે, પરંતુ કાશ્મીરમાં તેના વેકેશનના ફોટાનો ઉપયોગ કરવાથી તે ભારે ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સએ દુઃખ વ્યકત કેપ્શન સાથે સારાનો ફોટો પસંદ ન આવ્યો, ઘણા લોકો કહે છે કે, 'આ પોતાનો દેખાડો કરવાનો પ્રસંગ નહોતો.'

આ સાથે કેટલાક લોકોએ કહ્યું કે, 'લોકો તેમની પાસેથી મુસાફરીની ટિપ્સ નથી માંગી રહ્યા, આવી સ્થિતિમાં સારાએ થોડું સંવેદનશીલ રહેવું જોઈએ.' તો ઘણા લોકોએ તેના આ પગલાને મૂર્ખતાભર્યું ગણાવ્યું છે. 

એક વ્યક્તિએ લખ્યું, 'તે બે દિવસ પછી જાગી, તે પણ આવું કામ કરવા માટે.' એક વ્યક્તિએ લખ્યું, 'આવા પ્રસંગોએ દેખાડો કરવો જરૂરી નથી, તું અસંવેદનશીલ લાગી રહી છે સારા.' તેમજ, એક વ્યક્તિએ લખ્યું, 'ફક્ત એક મૂર્ખ જ આ અસંવેદનશીલ કામ કરી શકે છે.' 

Related News

Icon