મેટ ગાલા 2024માં, અંબાણી પરિવારની લાડકી દીકરી ઈશા અંબાણીએ ફરી એકવાર તેના અદભૂત લુકથી ચાહકોનું દિલ જીતી લીધું. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં ઈશા અંબાણી પ્રખ્યાત ફેશન ડિઝાઈનર રાહુલ મિશ્રાના ગોલ્ડન ચમકદાર ટાઈમલેસ સાડી ગાઉનમાં જોવા મળી હતી. તેનો લુક Anaita Shroff Adajaniaએ સ્ટાઈલ કર્યો હતો. મેટ ગાલામાં ઈશા અંબાણીના ખૂબસૂરત લુકથી ચાહકો આશ્ચર્યમાં છે.

