Home / Entertainment : Neha Kakkar reveals truth for coming late in melbourne concert

'કોઈએ પૂછ્યું નહીં કે શું થયું', ટ્રોલ્સ પર ગુસ્સે થઈ નેહા કક્કર, જણાવી ઓસ્ટ્રેલિયા કોન્સર્ટની આખી વાત

'કોઈએ પૂછ્યું નહીં કે શું થયું', ટ્રોલ્સ પર ગુસ્સે થઈ નેહા કક્કર, જણાવી ઓસ્ટ્રેલિયા કોન્સર્ટની આખી વાત

સિંગર નેહા કક્કર છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. ગયા અઠવાડિયે, મેલબોર્નમાં તેના શોમાં ત્રણ કલાક મોડા પહોંચવા બદલ ફેન્સ દ્વારા સિંગરની ટીકા કરવામાં આવી હતી. નેહાએ હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી નોટમાં પડદા પાછળ શું બન્યું તે જાહેર કર્યું છે. તેણે કહ્યું કે આયોજકો બધા પૈસા લઈને ભાગી ગયા હતા અને તે તેની રાહ જોઈ રહેલા બધા ફેન્સ માટે પરફોર્મ કરવા માંગતી હતી. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નેહાએ લખ્યું, "તેઓએ કહ્યું કે તે 3 કલાક મોડી આવી, શું તેઓએ એકવાર પણ પૂછ્યું કે તેનું શું થયું, તેઓએ તેની અને તેના બેન્ડ સાથે શું કર્યું? જ્યારે હું સ્ટેજ પર બોલતી હતી ત્યારે મેં કોઈને કહ્યું નહીં કે અમારી સાથે શું થયું કારણ કે હું નહતી ઈચ્છતી કે કોઈને દુઃખ થાય કારણ કે હું કોણ છું કોઈને સજા આપનાર, પણ હવે જ્યારે તે મારા નામ પર આવ્યું છે, ત્યારે મારે બોલવું પડ્યું."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આયોજકોએ ફોન ન ઉપાડ્યો

નોટમાં લખ્યું હતું, "શું તમે બધા જાણો છો કે મેં મેલબોર્નના દર્શકો માટે બિલકુલ મફતમાં પર્ફોર્મ કર્યું હતું? આયોજકો મારા અને બીજા લોકોના પૈસા લઈને ભાગી ગયા હતા. મારા બેન્ડને હોટેલ, ભોજન અને પાણી પણ નહતું આપવામાં આવ્યું. મારા પતિ અને તેના મિત્રો ગયા અને તેમને ખાવાનું આપ્યું. આ બધું હોવા છતાં, અમે સ્ટેજ પર ગયા અને આરામ કર્યા વિના શો કર્યો કારણ કે મારા ફેન્સ કલાકો સુધી મારી રાહ જોતા હતા."

સાઉન્ડ વેન્ડરને પણ પૈસા નહતા ચૂકવવામાં આવ્યા

નેહાએ આગળ ઉમેર્યું, "શું તમને ખબર છે કે અમારા સાઉન્ડ ચેકમાં ઘણા કલાકોનો વિલંબ થયો હતો કારણ કે સાઉન્ડ વેન્ડરને પૈસા નહતા ચૂકવવામાં આવ્યા અને તેણે સાઉન્ડ ચાલુ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે આટલા વિલંબ પછી અમારું સાઉન્ડ ચેક શરૂ થયું, ત્યારે હું સ્થળ પર ન પહોંચી શકી સાઉન્ડ ચેક ન કરી શકી, અમને ખબર પણ નહોતી કે કોન્સર્ટ થશે કે નહીં કારણ કે આયોજકોએ મારા મેનેજરના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું કારણ કે તેઓ સ્પોન્સર્સ અને બીજા બધાથી ભાગી રહ્યા હતા. જોકે હજુ ઘણું બધું શેર કરવાનું બાકી છે પણ મને લાગે છે કે આ પૂરતું છે."

નોટના અંતે, નેહાએ તેના ફેન્સનો આભાર માન્યો જેમણે બધી ટીકાઓ વચ્ચે તેનો સપોર્ટ કર્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના ઘણા વીડિયોમાં, નેહા દર્શકોની માફી માંગતી વખતે રડતી જોવા મળી હતી. સિંગર ભીડને ખાતરી આપતી પણ જોવા મળી હતી કે તે બગડેલા સમયની ભરપાઈ કરશે.

TOPICS: Neha concert
Related News

Icon