
બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ ઘણીવાર કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. બોલિવૂડથી લઈને સાઉથ સુધી, તેણે ઘણી ફિલ્મોમાં વિલન અને હીરોની ભૂમિકા ભજવી છે. આજે પણ તે પોતાના લુક્સ અને એક્ટિંગ સ્કિલને કારણે હેડલાઈન્સમાં રહે છે. આ દિવસોમાં તે ફિલ્મ 'હિસાબ બરાબર' માટે સમાચારમાં છે. આ ફિલ્મમાં તેના સિવાય આર. માધવન અને રશ્મિ દેસાઈ પણ મુખ્ય ભૂમિકામાં છે. વિલન તરીકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર નીલને કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ એક સમય હતો જ્યારે તેનું સ્ટારડમ પણ કામ ન આવ્યું અને તેને ન્યૂયોર્ક એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યો અને 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.
નીલ નીતિનને એરપોર્ટ પર કસ્ટડીમાં લેવામાં આવ્યો
ન્યૂયોર્ક એરપોર્ટ પર, ફિલ્મ જગતના સ્ટાર્સ વિશે હંમેશા કંઈકને કંઈક સાંભળવા મળે છે. હવે એક્ટર નીલ નીતિને પણ તે સમયની એક ચોંકાવનારી ઘટના શેર કરી છે જ્યારે તેને એરપોર્ટ પર હાજર અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં, એક્ટરે ખુલાસો કર્યો કે ભારતીય પાસપોર્ટ હોવા છતાં, એરપોર્ટ પરના અધિકારીઓએ તેને ભારતીય નાગરિક તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું, "જ્યારે હું ફિલ્મ 'ન્યૂયોર્ક'નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે મને એરપોર્ટ પર રોકવામાં આવ્યો. તેઓ એ સ્વીકારવા તૈયાર નહોતા કે હું ભારતનો છું કે બોલિવૂડ સાથે મારો કોઈ સંબંધ છે. જ્યારે તેઓએ મને કસ્ટડીમાં લીધો ત્યારે આ મામલો વધુ ગંભીર બન્યો."
એક્ટરને મદદરૂપ થયું ગુગલ
નીલ નીતિન મુકેશે આગળ કહ્યું, જ્યારે અધિકારીઓ સતત પૂછપરછ કરતા રહ્યા, પરંતુ કોઈ તેની વાત નહતું સાંભળતું, ત્યારે એક્ટરને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને લગભગ 3-4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. નીલે કહ્યું, "આ બધાથી હતાશ થઈને મેં ફક્ત એટલું જ કહ્યું, મારું નામ ગુગલ પર સર્ચ કરી લો." એક્ટરે ખુલાસો કર્યો કે તેને તેના પરિવાર અને દાદા વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
નીલની નવી OTT રિલીઝ ફિલ્મ
નીલ હાલમાં એક્શન-કોમેડી 'હિસાબ બરાબર' માટે સમાચારમાં છે. અશ્વિની ધીર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આર. માધવનની સાથે કીર્તિ કુલ્હારી, રશ્મિ દેસાઈ અને ફૈઝલ રાશીદ પણ છે. અ ફિલ્મ ZEE5 પર સ્ટ્રીમ થઈ રહી છે.