
દર્શકો 'સ્ક્વિડ ગેમ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આખરે મેકર્સે આ મોસ્ટ અવેઈટેડ વેબ સિરીઝની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આ સિરીઝની આગામી સિઝન આ વર્ષે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
નેટફ્લિક્સના ચીફ કન્ટેન્ટ ઓફિસર બેલા બજારિયાએ 'સ્ક્વિડ ગેમ 3'ની રિલીઝ તારીખ જાહેર કરી છે. તેણે જણાવ્યું છે કે લી જંગ જે અભિનીત આ શો 27 જૂન, 2025થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાનો છે. બજારિયાએ વધુમાં ઉમેર્યું, "700 મિલિયનથી વધુ દર્શકોના જોવા સાથે, અમારે ટીવી સિરીઝ અને ફિલ્મોથી લઈને રમતો સુધી, દરેક વસ્તુનું બેસ્ટ વર્ઝન બનાવવું પડશે."
હ્વાંગ ડોંગ-હ્યુકે આ જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી
'સ્ક્વિડ ગેમ 3' ના દિગ્દર્શક, લેખક અને નિર્માતા હ્વાંગ ડોંગ-હ્યુકે એક નિવેદન બહાર પાડ્યું. આમાં તેમણે લખ્યું હતું, "સિઝન 2ની તારીખ જાહેર કરવા અને છેલ્લી સિઝનએટલે કે સિઝન 3ના સમાચાર શેર કરવા માટે હું આ પત્ર લખીને ખૂબ જ ઉત્સાહિત છું. ગિ-હુન અને ફ્રન્ટ મેનની બે દુનિયા વચ્ચેનો ભીષણ મુકાબલો સિઝન 3 સાથે સિરીઝના અંત સુધી ચાલુ રહેશે, જે આવતા વર્ષે તમારી સમક્ષ લાવવામાં આવશે."
'સ્ક્વિડ ગેમ 3' ની વાર્તા કેવી હશે?
હ્વાંગના પત્ર મુજબ, 'સ્ક્વિડ ગેમ' સિઝન 3ની વાર્તા પાછલી સિઝનની વાર્તાને આગળ વધારશે. તેઓએ સિઝન 1માં સમગ્ર રમત પ્રણાલી સામે જવાની ગિ-હુનની પ્રતિજ્ઞા અને એક યોગ્ય કંપીટીટર તરીકે ફ્રન્ટ મેનની સ્થિતિની હિંટ આપી છે.
"આ વાર્તાના અંત સુધીમાં નવી સ્ક્વિડ ગેમ બનાવવા માટે જે બીજ રોપવામાં આવ્યું હતું તે ઉગતું અને ફળ આપતું જોવા માટે હું ઉત્સાહિત છું," હ્વાંગે લખ્યું. તેમણે આગળ લખ્યું કે, "અમે તમારા માટે બીજી રસપ્રદ સિરીઝ લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું."
આ ટોપ શો પણ સ્ટ્રીમ કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે 'સ્ક્વિડ ગેમ 3' સિવાય, નેટફ્લિક્સે વર્ષ 2025માં આવનારા ઘણા મોટા શોની જાહેરાત કરી છે. આમાં, 'સ્ટ્રેન્જર થિંગ્સ 5' અને 'વેડનેસડે 2' પણ ટોપ લિસ્ટમાં શામેલ છે.