Home / Entertainment : Palak Tiwari gets stuck in the crowd

VIDEO : ભીડમાં ફસાઈ ગઈ પલક તિવારી, શખ્સે ખોળામાં ઊંચકીને ગાડીમાંથી ઉતારી

એક્ટ્રેસ પલક તિવારી પોતાની અપકમિંગ ફિલ્મ ભૂતનીને લઈને લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં તેની સાથે મૌની રોય, સની સિંહ અને સંજય દત્ત પણ નજર આવશે. મંગળવારે ફિલ્મનો મ્યૂઝિક લોન્ચ ઈવેન્ટ હતો. આખી સ્ટાર કાસ્ટ આ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ તમામ લોકો જીપમાં બેસીને વેન્યુ પર પહોંચ્યા હતા. પરંતુ પલક તિવારીને જીપમાંથી ઉતરવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. જીપને ચારે બાજુથી ભીડે ઘેરી લીધી હતી. જેના કારણે તે નીચે ઉતરી ન શકી. ત્યારબાદ પલકની ટીમના એક સભ્યએ તેને જીપમાંથી નીચે ઉતરવામાં મદદ કરી. આ વ્યક્તિએ એક્ટ્રેસને ખોળામાં ઊંચકીને નીચે ઉતારી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પલક તિવારીને ટીમના સભ્યએ ખોળામાં ઊંચકી જીપમાંથી ઉતારી

ફિલ્મના મ્યૂઝિક લોન્ચ ઈવેન્ટમાં પલક સપર સ્ટનિંગ લાગી રહી હતી. તે બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી હતી. ચાહકો માટે તેની સુંદરતા પરથી નજર હટાવવી મુશ્કેલ હતી. ભીડમાં ફસાયા બાદ પણ પલકના ચહેરા પર સ્મિત હતું. તે જીપમાં ઊભી રહીને સ્માઈલ આપી રહી હતી. તે બધાનો આભાર વ્યક્ત કરી રહી હતી. હવે પલકનો આ વીડિયો જોઈને ચાહકો એ વ્યક્તિ વિશે પૂછવા લાગ્યા જેણે એક્ટ્રેસને પોતાના ખોળામાં ઊંચકી નીચે ઉતારી. યુઝરે લખ્યું કે, કોણ છે આ વ્યક્તિ? 

પલકનું વર્ક ફ્રન્ટ

પલકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેને બિજલી બિજલી સોન્ગથી ફેમ મળી. ત્યારબાદ તે ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં દેખાઈ હતી. તે હવે ધીમે-ધીમે બોલિવૂડમાં પગપેસારો કરી રહી છે. હવે તે સુપરનેચરલ ફિલ્મ 'ભૂતની'ને લઈને એક્સાઈટેડ છે. આમાં તે સની સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

 

Related News

Icon