Home / Entertainment : Pankaj Tripathi's courtroom drama Criminal Justice 4's teaser is out

VIDEO / ફરી એકવાર વકીલના રોલમાં જોવા મળશે Pankaj Tripathi, રિલીઝ થયું 'Criminal Justice 4' નું ટીઝર

લાંબા સમય સુધી રાહ જોયા પછી, પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ની લોકપ્રિય કોર્ટરૂમ ડ્રામા સિરીઝ ક્રિમિનલ જસ્ટિસ (Criminal Justice) ની ચોથી સિઝન આખરે રિલીઝ થવા માટે તૈયાર છે. નિર્માતાઓએ તેનુંટીઝર રિલીઝ કર્યું છે, જેનાથી ફેન્સની ઉત્સુકતામાં વધુ વધારો થયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર' નામની આ નવી સિઝનમાં, પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ફરી એકવાર તેના લોકપ્રિય પાત્ર 'માધવ મિશ્રા' ની ભૂમિકામાં જોવા મળશે. આ સિઝન 22 મેથી JioHotstar પર સ્ટ્રીમ થશે.

ટીઝરમાં શું બતાવવામાં આવ્યું હતું?

ટીઝરની શરૂઆત સુરવીન ચાવલાના પાત્ર દ્વારા મદદ માટે માધવ મિશ્રાનો દરવાજો ખટખટાવતા અને કહેતા, "મને વકીલની જરૂર છે" થી થાય છે. આ પછી, માધવ મિશ્રા હસીને કહે છે, "જો મામલો સિમ્પલ હોત, તો તે મારી પાસે ન આવ્યોહોત." અહીંથી વાર્તામાં વળાંક શરૂ થાય છે. ટીઝરમાં મોહમ્મદ ઝીશાન અયુબની ઝલક પણ જોવા મળે છે.

આ વખતે મામલો એક પરિવાર સાથે જોડાયેલો છે, જેમાં પ્રેમ, વિશ્વાસઘાત અને હત્યાની વાર્તા એકસાથે વણાયેલી છે. માધવ મિશ્રા આ જટિલ કેસને કેવી રીતે સોલ્વ કરે છે તે આ સિઝનનો સૌથી મોટો પ્રશ્ન છે.

ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી

ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા જોવાલાયક હતી. કોઈએ કહ્યું, "હમણાં ગઈકાલે જ હું વિચારી રહ્યો હતો કે આગામી સિઝન ક્યારે આવશે, અને આ રહ્યું ટીઝર!" જ્યારે બીજા કોઈએ લખ્યું, "હવે મજા આવશે!" માધવ મિશ્રાની નિર્દોષ બુદ્ધિમત્તા અને કેસ સોલ્વ કરવાની તેની સ્ટાઇલ ફરી એકવાર જોવા માટે દર્શકો ઉત્સાહિત છે.

આ સિઝનનું દિગ્દર્શન રોહન સિપ્પી દ્વારા કરવામાં આવ્યું છે, જેણે પાછલી બધી સિઝનનું પણ દિગ્દર્શન કર્યું છે. આ શોનું નિર્માણ બીબીસી સ્ટુડિયોઝ ઈન્ડિયા અને એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ની સાથે આ વખતે મોહમ્મદ જીશાન અયુબ, સુરવીન ચાવલા, મીતા વશિષ્ઠ, આશા નેગી, શ્વેતા બાસુ પ્રસાદ, ખુશ્બુ અત્રે અને બરખા સિંહ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

ક્રિમિનલ જસ્ટિસ સિરીઝની શરૂઆત

તમને જણાવી દઈએ કે ક્રિમિનલ જસ્ટિસ (Criminal Justice)  એ બ્રિટિશ સિરીઝનું ઓફિશિયલ એડેપ્ટેશન છે, જેની પહેલી ભારતીય સિઝન 2019માં આવી હતી. ત્યારથી, સિરીઝની તમામ ત્રણ સિઝન હિટ થઈ છે, અને હવે ફેન્સ ચોથી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Related News

Icon